VADODARA : ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડના અંતિમ સંસ્કારમાં જુના સાથીઓ હાજર
VADODARA : : ભૂતપૂર્વ ક્રિકેટર, ભારતીય ટીમના કોચ અને ધ ગ્રેટ વોલ તરીને મનાતા અંશુમાન ગાયકવાડ (Anshuman Gaekwad - Indian cricketer) નું ગત રાત્રે નિધન થયું હતું. જેને પગલે ક્રિકેટ જગતમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામ્યો હતો. અંશુમાન ગાયકવાડને કેન્સર હતું, જે બાદ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં પૂર્વ ક્રિકેટરો અને તેમના સાથીઓ અંતિમ દર્શને ઉમટી પડ્યા હતા. તેમના નિવાસ સ્થાનેથી તેમના દેહને સુશોભિત ટેમ્પામાં કિર્તિ મંદિર પાસેના સ્મશાનમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને તેમના પુત્રએ મુખાગ્નિ આપી હતી.
સ્ટાર ક્રિકેટરો પૈકી એક પણ જોવા મળ્યું ન્હતું
અંશુમાન ગાયકવાડને કેન્સરની સારવાર માટે BCCI દ્વારા રૂ. 1 કરોડની સહાય આપવામાં આવી હતી. જે બાદ પૂર્વ ક્રિકેટર કપિલ દેવ દ્વારા વીડિયો મારફતે સંદેશો મોકલીને અંશુમાન ગાયકવાડને જલ્દી સાજા થઇ જવા માટેની વાત કહેવામાં આવી હતી. જો કે, ગત મોડી રાત્રે તેમનું સારવાર દરમિયાન દેહાંત થયું હતું. આજે સવારે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમના અંતિમ દર્શન માટે બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની, પૂર્વ વિકેટ કિપર નયન મોંગિયા, આઇપીએલમાં દિલ્હી કેપિટલ મહિલા ટીમના હેડ કોચ ગીતા ગાયકવાડ સહિત અનેક જાણીતા લોકો જાણીતા લોકો પહોંચ્યા હતા. બાદમાં તેમના દેહને અંતિમ સંસ્કાર માટે કિર્તી મંદિર લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના પુત્રએ તેમને મુખાગ્નિ આપી હતી. આ તકે તેમના જુના સાથીઓ હાજર રહ્યા હતા. સાથે જ ક્રિકેટર ઇરફાન પઠાણના પિતાએ પણ હાજરી આપી હતી. જો કે, આજના સ્ટાર ક્રિકેટરો પૈકી એક પણ જોવા મળ્યું ન્હતું.
લિટલ માસ્ટરનો "જમણો હાથ" ગણાતા
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડને ડિફેન્સીવ ટેક્નિક માટે 'ધ ગ્રેટ વોલ' તરીકે પણ માનવામાં આવતા હતા. આ ટેક્નિક જે તે સમયે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી. જેનું કારણ વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલરોએ વિશ્વ મંચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. જેનો સામનો ગ્રેટ વોલ કરવા સક્ષમ હતી. અંશુમાન ગાયકવાડ 40 ટેસ્ટ મેચોમાંથી મોટાભાગની મેચોમાં સુનીલ ગાવસ્કર (લિટલ માસ્ટર) ના ઓપનિંગ પાર્ટનર હતા. તેઓ લિટલ માસ્ટરનો "જમણો હાથ" પણ કહેવાતા હતા.
વર્ષ 2000માં ભારતીય ટીમના કોચ બન્યા
71 વર્ષીય અંશુમન ગાયકવાડ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન તેમજ કોચ પણ રહી ચૂક્યા છે. 1975 થી 1987 સુધી અંશુમન ગાયકવાડનું ટેસ્ટ કરિયર રહ્યુ હતુ જેમાં તેમને ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. ત્યારે અંશુમન 1997થી 1999 સુધી અને પછી ફરીથી વર્ષ 2000માં ભારતીય ટીમના કોચ બન્યા હતા. અને તેમના અંશુમનના કાર્યકાળ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ 2-1થી ભારતીય ટીમે જીતી મેળવી હતી.
BCCI દ્વારા રૂ. 1 કરોડની સહાય
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અંશુમાન ગાયકવાડને કેન્સરની બિમારી બાદ તેઓ લંડનથી સ્વદેશ પરત ફર્યા હતા. તેમની મદદ માટે કપિલ દેવ તથા ક્રિકેટ જગતના અન્ય દિગ્ગજો દ્વારા ભારતીક ક્રિકેટ કંટ્રોલ બોર્ડને રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ BCCI દ્વારા રૂ. 1 કરોડની સહાય આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ગતરાત્રે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની ઘટનાને પગલે ક્રિકેટ જગત શોકાતુર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા BCCI ના સેક્રેટરી જય શાહ સહિતના અગ્રણીઓ દ્વારા ટ્વીટર મારફતે શોક સંદેશ પાઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : "ધ ગ્રેટ વોલ" ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું નિધન, PM એ પાઠવી શ્રદ્ધાંજલિ


