Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 'ટપોરીઓ અને નશેડીઓમાં ખોફ પેદા કરો', પૂર્વ મેયરનો બળાપો

VADODARA : આપણી જવાબદારી ફક્ત સહાનુભૂતિ વ્યક્ત કરી છટકી જવા પૂરતી નથી, શહેર માં ટપોરીઓ અને નસેડીઓ ને ખોફ પેદા કરવાનો પ્લાન કરો
vadodara    ટપોરીઓ અને નશેડીઓમાં ખોફ પેદા કરો   પૂર્વ મેયરનો બળાપો
Advertisement

VADODARA : હોલીકા દહનની રાત્રે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે કારની અડફેટે ત્રણ વાહનો આવ્યા હતા. જેમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ શહેરના પૂર્વ મેયર અને રાજકીય અગ્રણી સુનિલ સોલંકી દ્વારા સોશિયલ મીડિયામાં બળાપો કાઢવામાં આવ્યો છે. તેમણે લખ્યું કે, આપણી જવાબદારી ફક્ત સહાનુભૂતિ વ્યક્ત કરી છટકી જવા પૂરતી નથી. શહેર માં ટપોરીઓ અને નસેડીઓ ને ખોફ પેદા કરવાનો પ્લાન કરો, પરિણામ એમાં છે. અત્રે નોંધનીય છે કે, તેઓ અવાર-નવાર શહેરને સ્પર્શતા અલગ અલગ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવતા રહે છે. (EX MAYOR SOCIAL MEDIA POST AFTER HIT AND RUN CASE - VADODARA)

Advertisement

રિમાન્ડનો સમય પૂર્ણ થતા જ રક્ષિતને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો

આજે હિટ એન્ડ રન કેસમાં આજે આરોપી રક્ષિત ચોરસિયાની સાથે રાખીને કારેલીબાગ પોલીસ દ્વારા ઘટનાનું રી કન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. ઘટનામાં આરોપી રક્ષિત પોતાના પગ પર ચાલી પણ શકતો ન્હતો. તેને ચાલવા માટે પોલીસ જવાનોના સહારાની જરૂરત પડી હતી. ઘટનાના રી કન્સ્ટ્રક્શન સમયે ભારે ભીડ થઇ જતા લોકોને દુર કરવામાં પોલીસને પરસેવો પડી ગયો હતો. આ તકે કારેલીબાગ પોલીસ મથકના પીઆઇ, સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. રિમાન્ડનો સમય પૂર્ણ થતા જ રક્ષિતને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.

Advertisement

મંથન કરવાની તાતી જરૂર છે

આ ઘટનાથી વ્યથિત શહેરના પૂર્વ મેયર સુુનિલ સોલંકીએ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું કે, #કારેલીબાગ_આમ્રપાલી_ના_અકસ્માત_ની #ઘટના_...સોશિયલ મીડિયામાં આત્માની શાંતિ ના ધોધ વહી રહ્યાં છે.. મંથન કરવાની તાતી જરૂર છે.. આપણી જવાબદારી ફક્ત સહાનુભૂતિ વ્યક્ત કરી છટકી જવા પૂરતી નથી.. શહેર માં ટપોરીઓ અને નસેડીઓ ને ખોફ પેદા કરવાનો પ્લાન કરો..પરિણામ એમાં છે..આજે આ 👇 છે. કાલે અમારા પૈકી કોઈના પરિવાર નું સદસ્ય હશે..સંવેદના પ્રગટ કરવાનો સમયજ ના આવે તેવી પરિસ્થિતિ નું નિર્માણ પ્રશાસન સાથે રહી ને કરીએ.. રોડ પર ફગોળાઈ ને પડેલ માસૂમ ને ક્યાં ખબર હતી કે મારે કાલે મારા બાળ મિત્રો સાથે ઘૂળેટી રમવાની નહીં આવે.

આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રન કેસના રી-કન્સ્ટ્રક્શનમાં આરોપીને ચાલવાનાં પણ ફાંફાં

Tags :
Advertisement

.

×