VADODARA : પૂર્વ VMC ચેરમેન અને BJP કોર્પોરેટરના કાર્યાલય સામેથી દારૂની બોટલ મળી
VADODARA : વડોદરા પાલિકા (VADODARA VMC) ના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને હાલના ભાજપના કોર્પોરેટર ડો. હિતેન્દ્ર પટેલ (BJP CORPORATOR - DR. HITENDRA PATEL) ના કાર્યાલય સામેથી દારૂની ખાલી બોટલ મળતા તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ડો. હિતેન્દ્ર પટેલ વડોદરા પાલિકામાં લાંબા સમય સુધી ચેરમેન રહેવાનો અનુભવ ધરાવે છે. આ ઘટના બાદ તેમણે મીડિયાને જણાવ્યું કે, અસામાજીક તત્વોને દુર કરવાની ઝુંબેશ લઇને આ પ્રકારનું વાતાવરણ ફરી ના બને તેવું ચોક્કસથી ધ્યાન રાખીશું.
તેમની મુલાકાતે અથવા તો તેમનું કન્સલ્ટેશન લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે
વડોદરા પાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને હાલના ભાજપના કોર્પોરેટર એવા ડો. હિતેન્દ્ર પટેલના આજવા રોડ સ્થિત કાર્યાલયની સામે દારૂની બોટલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ કૃત્ય કોઇ તોફાની તત્વએ કર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ડો. હિતેન્દ્ર પટેલનું કાર્યાલય અને તેમનું ક્લિનીક આજુબાજુમાં જ આવેલું છે. તેઓ વડોદરા પાલિકામાં લાંબા સમય સુધી ચેરમેન રહેવાનો અનુભવ ધરાવે છે. ત્યારે તેમની મુલાકાતે અથવા તો તેમનું કન્સલ્ટેશન લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે આ પ્રકારનું કૃત્ય લજ્જીત કરનારું છે.
અમારા આવ્યા પછી સુધારો થયો છે
જો કે વિસ્તારમાં ચર્ચા જગાવે તેવી ઘટના સપાટી પર આવ્યા બાદ ડો. હિતેન્દ્ર પટેલએ મીડિયાને કહ્યું કે, આ દ્રશ્યો ખુબ ગંભીર છે, પરંતુ પહેલાની સ્થિતીમાં અમે જોયું છે, અમારા આવ્યા પછી સુધારો થયો છે. અમે આ અંગે પોલીસને જાણ પણ કરી છે. અસામાજીક તત્વોને દુર કરવાની ઝુંબેશ લઇને આ પ્રકારનું વાતાવરણ ફરી ના બને તેવું ચોક્કસથી ધ્યાન રાખીશું.
આ પણ વાંચો -- VADODARA : કોંગ્રેસનું બેનર ફાડતા પોલીસ તપાસની માંગ


