VADODARA : "હું LCB પોલીસ છું, રૂપિયા જમા કરાવી દે", રોફ ઝાડી ઠગાઇ
VADODARA : વડોદરા (VADODARA) ના એસટી ડેપો ખાતે ખાખી કલરનું પેંટ અને કાળા કલરનું જેકેટ પહેરીને અજાણ્યો શખ્સ મુસાફર પાસે આવ્યો હતો. અને રોફ ઝાડતા કહ્યું કે, હું એલસીબી પોલીસ છું, રૂપિયા જમા કરાવી દે. ત્યાર બાદ તેણે મુસાફરના ખિસ્સાની તપાસ કરી હતી. બાદમાં મુસાફરની નજર ચૂકવીને તેના ખીસ્સામાંથી રોકડા સેરવીની શખ્સ જતો રહ્યો હતો. આખરે આ મામલે સયાજીગંજ પોલીસ મથક (SAYAJIGUNJ POLICE STATION - VADODARA) માં અજાણ્યા શખ્સ સામે પરિયાદ નોંધાવવા પામી છે.
અજાણ્યો શખ્સ તેની નજીક આવ્યો
સયાજીગંજ પોલીસ મથકમાં ગુલાબભાઇ નાયકાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ડિલીવરી બોય તરીકે કામ કરે છે. તાજેતરમાં ઘરે જવાનું હોવાથી શેઠ પાસેથી પૈસા મેળવ્યા હતા. તે પૈકી 6500 બેગમાં રાખ્યા હતા. અને રૂ. 1 હજાર પેન્ટના ખીસ્સામાં મુક્યા હતા. બાદમાં તેઓ વડોદરાના સેન્ટ્રલ ડેપો પહોંચ્યા હતા. ત્યાં ખાખી કલરનું પેંટ અને કાળા કલરનું જેકેટ પહેરીને અજાણ્યો શખ્સ તેની નજીક આવ્યો હતો. અને રોફ ઝાડતા જણાવ્યું કે, હું એલસીબી નો પોલીસવાળો છું, તારી પાસે જે કોઇ રૂપિયા હોય તો મારી પાસે જમા કરાવી દે.
રૂ. 1 હજાર ગાયબ થયાનું ધ્યાને આવ્યું
આટલું જણાવતા તેઓ ગભરાઇ ગયા હતા. બાદમાં અંગજડતી કરીને તેઓના ખીસ્સામાંથી રૂ. 1 હજાર સેરવી લીધા હતા. બાદમાં અજાણ્યો શખ્સ જતો રહ્યો હતો. બાદમાં ખિસ્સામાંથી રૂ. 1 હજાર ગાયબ થયાનું ધ્યાને આવ્યું હતું. અને આ મામલે અજાણ્યા શખ્સ સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો -- VADODARA : ક્રેડિટ કાર્ડ અન્ય આપતા પહેલા 100 વખત વિચારજો, જાણી લો આ કિસ્સો


