Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ફતેગંજ બ્રિજ પર સળંગ ચાર ગાડીઓ ભટકાઇ

VADODARA : વડોદરા (VADODARA) શહેરના અતિવ્યસ્ત રહેતા ફતેગંજ બ્રિજ પર એક પછી એક સળંગ ચાર ગાડીઓ ભટકાઇ હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં ગાડીઓને નાનું-મોટું નુકશાન થવા પામ્યું છે. આ ઘટનાને પગલે બ્રિજ પર ગાડી હંકારતા સમયે ઝડપના નિયમોનું પાલન...
vadodara   ફતેગંજ બ્રિજ પર સળંગ ચાર ગાડીઓ ભટકાઇ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) શહેરના અતિવ્યસ્ત રહેતા ફતેગંજ બ્રિજ પર એક પછી એક સળંગ ચાર ગાડીઓ ભટકાઇ હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં ગાડીઓને નાનું-મોટું નુકશાન થવા પામ્યું છે. આ ઘટનાને પગલે બ્રિજ પર ગાડી હંકારતા સમયે ઝડપના નિયમોનું પાલન કરવામાં નહીં આવતું હોવાનું પણ સપાટી પર આવવા પામ્યું છે. અન્ય ગાડીના ચાલકના કારણે આજે ચાર લોકો લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે.

Advertisement

ચાલક ઓવર સ્પીડમાં હતો

વડોદરામાં એક વિસ્તારમાંથી અન્ય વિસ્તારોનું અંતર સરળતાથી કાપી શકાય તે માટે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. ઓવરબ્રિજ પર કોઇ કારણોસર ઝડપના નિયમોનું પાલન કરવામાં નહી આવતું હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. આવી વધુ એક ઘટના સપાટી પર આવી છે. શહેરના અતિવ્યસ્ત રહેતા ફતેગંજ ઓવર બ્રિજ પર આજે એક સાથે ચાર ગાડીઓ ભટકાઇ છે. જેના કારણે ચાર જેટલી ગાડીઓમાં નાનું-મોટું નુકશાન પહોંચવા પામ્યું છે. આ ઘટનાનામાં અકસ્માત સર્જનાર ગાડીનો ચાલક ઓવર સ્પીડમાં હોવાનું હાજર લોકો જણાવી રહ્યા છે. આ સ્થિતી રહી તો, આવનાર સમયમાં ઝડપ પર લગામ કસવા માટે પોલીસે પગલાં લેવા પડશે. આ ઘટનાને પગલે ફતેગંજ ઓવરબ્રિજ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા છે.

Advertisement

બધી ગાડીઓને નુકશાન થયું

કારના ચાલક દિલીપ પંચાલે જણાવ્યું કે, ફતેગંજ બ્રિજ પર અમે 20 - 30 ની સ્પીડે જઇ રહ્યા હતા. પાછળથી આ ભાઇએ ઝડપમાં આવીને કાર ઠોકી દીધી હતી. બધી ગાડીઓને નુકશાન થયું છે. ચાર ગાડીઓને તેમણે ભટકાડી છે. જેને લઇને ટ્રાફીક જામ થયો છે. કોઇને વાગ્યું નથી.

આ પણ વાંચો -- VADODARA : વિદ્યાર્થીઓને લઇ જતી બસ પાણી ભરેલા નાળામાં ઠપ થઇ ગઇ

Tags :
Advertisement

.

×