ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : CCTV ફૂટેજ ના આપતા ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન PI ને દંડ

VADODARA : ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન PI દ્વારા અધિનિયમની કલમ - 8 ની જોગવાઇ મુજબ માહિતી મળવા પાત્ર નથી તેવો જવાબ આપ્યો હતો.
10:49 AM Jan 22, 2025 IST | PARTH PANDYA
VADODARA : ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન PI દ્વારા અધિનિયમની કલમ - 8 ની જોગવાઇ મુજબ માહિતી મળવા પાત્ર નથી તેવો જવાબ આપ્યો હતો.

VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) માં આવતા ફતેગંજ પોલીસ મથક (FATEHGUNJ POLICE STATION) ના તત્કાલિક પીઆઇ દ્વારા સીસીટીવી ફૂટેજની માહિતી ના આપતા આખરે મામલો રાજ્ય માહિતી આયોગમાં પહોંચ્યો હતો. ત્યાંથી પીઆઇને રૂ. 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો (FATEHGUNJ POLICE STATION, VADODARA - PI SLAPPED WITH PENALTY) હોવાનું સામે આવ્યું છે. આ દંડની રકમને ફરિયાદીને 15 દિવસમાં ચૂકવવા માટે જણાવાયું છે. રાજ્ય માહિતી આયોગના આદેશને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

માહિતી મળવા પાત્ર નથી તેવો જવાબ આપ્યો હતો

વડોદરા શહેર પોલીસમાં આવતા ફતેગંજ પોલીસ મથકમાં વર્ષ 2023 માં વી. કે. દેસાઇ ફરજ નિભાવતા હતા. તેઓ હાલ અમદાવાદ ટ્રાફિક પીઆઇ છે. તેઓની સામે ફતેગંજ પોલીસ મથકના પૂર્વ કોન્સ્ટેબલ જેરામ પરમારે આરટીઆઈ કરી હતી. આરટીઆઈમાં ફતેગંત પોલીસ મથકના 16 - 17, જુલાઇ - 2023 ના સીસીટીવી ફૂટેજ માંગવામાં આવ્યા હતા. તેની સામે ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન પીઆઇ દ્વારા અધિનિયમની કલમ - 8 ની જોગવાઇ મુજબ આ માહિતી મળવા પાત્ર નથી તેવો જવાબ આપ્યો હતો.

અવેજમાં બુલેટ કેમેરા લગાડવાનો સ્પષ્ટ આદેશ છે

આ મામલે જેરામભાઇ અપીલમાં ગયા હતા. જેની સુુનવણીમાં માહિતી કમિશનરે આદેશ કર્યો કે, સ્ટેશન ડાયરીમાં પોલીસ મથકના સીસીટીવી - 1 બંધ છે, તેવી નોંધ હતી જે આરટીઆઇની તારીખ પછીની હતી. ગૃહ વિભાગના નિયમો મુજબ પોલીસ મથકના કેમેરા બંધ હોય તો તેની અવેજમાં બુલેટ કેમેરા લગાડવાનો સ્પષ્ટ આદેશ છે. જેથી આ મામલે માહિતી આયોગ દ્વારા રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે. અને સાથે જ તેને સ્વભંડોળમાંથી 15 દિવસમાં ચૂકવી આપવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો --- Lucky Draw Scam: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રો, પોલીસ આવતા આયોજકો-એજન્ટોમાં નાસભાગ

Tags :
casefatehgunjGujarat FirstGujarat NewsGujarati NewsInspectorpenaltypoliceRTIslappedVadodarawith
Next Article