Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પિતા-પુત્રીના આપઘાત મામલે રાજકોટ કનેક્શન સામે આવ્યું

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના ભાયલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા પિતા-પુત્રીએ જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી હતી. જેમાં મૃતકે પિતાને એક વીડિયો મેસેજ મોકલીને આ પગલું ભરવા માટે જવાબદાર લોકોની વિગતો માટેની ડાયરી અંગે જણાવ્યું હતું. આ ડાયરીમાં બે...
vadodara   પિતા પુત્રીના આપઘાત મામલે રાજકોટ કનેક્શન સામે આવ્યું
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના ભાયલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા પિતા-પુત્રીએ જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી હતી. જેમાં મૃતકે પિતાને એક વીડિયો મેસેજ મોકલીને આ પગલું ભરવા માટે જવાબદાર લોકોની વિગતો માટેની ડાયરી અંગે જણાવ્યું હતું. આ ડાયરીમાં બે લોકોના નામનો ઉલ્લેખ હતો. આખરે મૃતકના ભાઇએ બંને સામે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જવાબદાર લોકોના નામો કાળા રંગની ડાયરીમાં લખ્યા

વડોદરા તાલુકા પોલીસ મથકમાં મયંકભાઇ મુકેશભાઇ બ્રહ્માણી (રહે. જામનગર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના મોટા ભાઇ ચિરાગભાઇ બ્રહ્માણી 23 ઓગસ્ટના રોજ પુત્રી સાથે સ્યુસાઇડ કરી લીધું છે. મોટા ભાઇ 20 વર્ષથી વડોદરામાં રહેતા હતા. અને આઇટી કંપનીમાં નોકરી કરતા હતા. તાજેતરમાં તેમણે દિકરીને ઝેરી પદાર્થી પી અને પીવડાવીને જીવન ટુંકાવ્યું હતું. તેમ કરતા પહેલા તેણે વીડિયો બનાવ્યો હતો. અને તે વીડિયો પિતાને વોટ્સએપ પર મોકલીને સ્યુસાઇડ કરવા પાછળ જવાબદાર લોકોના નામો કાળા રંગની ડાયરીમાં લખ્યા હોવાની બે ક્લિપ મોકલી હતી.

Advertisement

દુબઇની કંપની ડુબી જતા રૂપીયા પણ ડુબી ગયા

સ્યુસાઇડ બાદ ડાયરી વાંચતા મોત માટે જવાબદાર વ્યક્તિ નિતીશ અશોકભાઇ સોલંકી (રહે. ગુણાતીત નગર, રૈયા ટેલીફોનીક સેક્શનની પાછળ, ઇન્દીરા નગર, રાજકોટ) અને તેના ધંધાકીય પાર્ટનર ભાવેશ સોની (રહે. રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં જાણવા મળ્યું કે, તેઓ વિદેશમાં વિઝા અને વર્ક પરમીટ અપાવવાનું કામ કરતા હતા. ચિરાગભાઇ જ્યારે દુબઇમાં હતા ત્યારે બંને વચ્ચે વાતચીત થઇ હતી. અને તેઓની ઓળખાણથી દુબઇની કોઇ કંપનીમાં ભારતના લોકોને કામ અપાવવા (વર્ક વીઝા) માટે રૂપિયા લઇને દુબઇની કંપનીમાં રોકાણ કર્યું હતું. દુબઇની કંપની ડુબી જતા તેઓએ આપેલા રૂપીયા પણ ડુબી ગયા હતા.

Advertisement

લગ્ન જીવન તોડાવવા પણ મજબુર કર્યા

જેથી બંને દ્વારા દુબઇની કંપનીના પૈસા ડુબી જતા નિતીશ અને ભાવેશે ગેરવ્યાજબી રીતે ઉઘરાણી શરૂ કરી હતી. અને તેઓ ચિરાગભાઇને માનસીક રીતે પરેશાન કરતા હતા. આ બાબતે બંનેએ ભોગબનનાર અને તેના પિતા સામે રાજકોટ પોલીસમાં અરજી પણ કરી હતી. અને સમાજમાં ખોટી વાતો કરીને ચિરાગભાઇના લગ્ન જીવન તોડાવવા પણ મજબુર કર્યા હતા. જે તમામ કારણોથી ચિરાગભાઇને માનસિક ત્રાસ આપતા હોવાથી તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આખરે ઉપરોક્ત મામલે નિતીશ અશોકભાઇ સોલંકી (રહે. ગુણાતીત નગર, રૈયા ટેલીફોનીક સેક્શનની પાછળ, ઇન્દીરા નગર, રાજકોટ) અને તેના ધંધાકીય પાર્ટનર ભાવેશ સોની (રહે. રાજકોટ) સામે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : વરસતા વરસાદે રોડનું કારપેટીંગ જારી, તંત્રની "સ્માર્ટનેસ" વાયરલ

Tags :
Advertisement

.

×