VADODARA : દિકરીના લગ્ન માટે ભેગું કરેલું રોકડ, સોના-ચાંદી તસ્કરો તફડાવી ગયા
VADODARA : વડોદરાના આજવા રોડ પર આવેલા સયાજીપુરામાં દિકરીના લગ્ન માટે એકત્ર કરેલા રોકડા, સોનું અને ચાંદી તસ્કરો તફડાવી ગયા છે. પરિવાર દિરકીના લગ્ન નક્કી કરવા માટે ભાવનગર ગયો હતો. દરમિયાન તસ્કરોએ ઘરના સીસીટીવી બંધ કરીને હાથફેરો કર્યો છે. લગ્નની તારીખ નક્કી કરીને પરત આવતા પરિવારને ધ્રાસ્કો પડ્યો હતો. હાલ આ મામલે કપુરાઇ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નક્કર કાર્યવાહી નહીં કરવાના કારણે વધુ એક વખત ચોરી
વડોદરા પોલીસના રાત્રી પેટ્રોલીંગ પર સવાલો ઉઠાવે તેવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ તાજેતરમાં એક પિતાએ જીવનભરમાં ભેગી કરેલી દિકરીના લગ્ન માટેની મૂડી અને સોના-ચાંદીને તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પરિવારને ત્યાં અગાઉ પણ ચોરીની ઘટના સામે આવી હતી. તે સમયે કોઇ નક્કર કાર્યવાહી નહીં કરવાના કારણે વધુ એક વખત ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે પોલીસ ફરિયાદ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના પેટ્રોલીંગ પર સવાલો ઉઠ્યા
ઘરના મોભી પ્રદિપભાઇ મીડિયાને જણાવ્યું કે, અમારે રૂ. 8 લાખ રોકડા હતા, અને બાકીનું ઘરેણું હતું. છોકરીના લગ્નની વાત કરવા માટે અમે ભાવનગર ગયા હતા. અને ત્યાર બાદ ચોરી થઇ હતી. આ ચોરી 10, ફેબ્રુઆરીના રોજ થઇ છે. રોકડ રકમ રૂ. 8 લાખ હતા. અમે કપુરાઇ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. પોલીસના પેટ્રોલીંગ પર સવાલો ઉઠ્યા છે. પહેલા પણ ચોરી થઇ હતી. ત્યારે પણ અમે જાણ કરી હતી. ત્યારે પગલાં ભર્યા હોત તો આવું ફરી ના થયું હોત. ચોરોએ મારા સીસીટીવી બંધ કરી દીધા હતા. ચોરો બાઇક પર આવ્યા હતા. બધુ મળીને રૂ. 25 લાખ જેટલું અમારૂ રોકડ અને કિંમતી ઘરેણા તસ્કરો ઉઠાવી ગયા છે. અમારી ફરિયાદ બાદ કપુરાઇ પોલીસ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમો આવી હતી.
આ પણ વાંચો --- VADODARA : અમુલ પાર્લરમાંથી ખરીદેલા મસ્તી દહીંમાં ફૂગ નીકળી


