ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : બાથરૂમમાં મોબાઇલ મુકી વીડિયો ઉતારતો શખ્સ CCTV માં ઓળખાયો

VADODARA : બાથરૂમમાં સ્નાન કરતી મહિલાની નજર મોબાઇલ ફોન પર પડી હતી. જે જોતા તે ચોંકી ઉઠી હતી. અને તેણીએ બુમાબુમ કરી મુકી હતી.
08:29 AM Apr 07, 2025 IST | PARTH PANDYA
VADODARA : બાથરૂમમાં સ્નાન કરતી મહિલાની નજર મોબાઇલ ફોન પર પડી હતી. જે જોતા તે ચોંકી ઉઠી હતી. અને તેણીએ બુમાબુમ કરી મુકી હતી.

VADODARA : શહેરના ફતેગંજ વિસ્તારમાં સ્નાન કરતી મહિલાનો બાથરૂમમાંથી વીડિયો ઉતારનાર શખ્સની સીસીટીવીમાં ઓળખ કરી લેવામાં આવી છે. બાથરૂમની બારીમાં મોબાઇલ જણાતા મહિલાએ બુમાબુમ કરી મુકી હતી. ત્યાર બાદ નજીકના સીસીટીવીમાં જોતા આ શખ્સ મદ્રેસા સાથે સંકળાયેલો હારૂન પઠાણ હોવાનું ખુલ્યું હતું. આખરે તેની સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. (PERSON TRIED TO TAKE VIDEO WHILE FEMALE BATHING - VADODARA)

સ્નાન કરતી મહિલાની નજર મોબાઇલ ફોન પર પડી

ફતેગંત વિસ્તારમાં 28 વર્ષિય મહિલા ઘરકામ કરે છે, અને તેનો પતિ ડ્રાઇવીંગનું કામ કરે છે. ગત શુક્રવારે મહિલા અને તેના સાસુ ઘરે હતા. ત્યારે દોઢ વાગ્યાના આસરામાં મહિલા સ્નાન કરવા માટે બાથરૂમમાં ગયા હતા. અને તેમના સાસુ ઘરે નમાઝ અદા કરી રહ્યા હતા. તેવામાં બાથરૂમમાં સ્નાન કરતી મહિલાની નજર મોબાઇલ ફોન પર પડી હતી. જે જોતા તે ચોંકી ઉઠી હતી. અને તેણીએ બુમાબુમ કરી મુકી હતી. જે બાદ બહાર આવીને મહિલાએ તેની સાસુને વાત કરી હતી. બાદમાં બહાર નજર કરવા જતા કોઇ શખ્સ જણાઇ આવ્યો ન્હતો.

રાત્રે હારૂનને મહિલાની માફી માંગવા લઇ આવ્યા

તે બાદ નજીકના સીસીટીવીની તપાસ કરતા તેમાં શખ્સ હારૂન હાફીઝઅલી પઠાણ (રહે. કલ્યાણ નગર, વુડાના મકાન) હોવાનું જણાયું હતું. તે સમયે હારૂન ઘરના પાછળના ભાગેથી નાસી છુટ્યો હતો. જે બાદ રાત્રે હારૂનને મહિલાની માફી માંગવા લઇ આવ્યા હતા. જ્યાં મહિલાએ જણાવ્યું કે, તે તેના વિરૂદ્ધમાં ફરિયાદ કરવાની છે. જે જાણીને હારૂન ત્યાંથી જતો રહ્યો હતો.

તેને લોકો મૌલાના તરીકે સંબોધે છે

પોલીસની તપાસમાં સામે આવ્યું કે, હારૂન કલ્યાણનગરમાં આવેલા મદરેસામાં અભ્યાસ સાથે સંકળાયેલો છે. તેને લોકો મૌલાના તરીકે સંબોધે છે. સયાજીગંજ પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. મદરેસા સાથે સંકળાયેલા શખ્સે આવું કૃત્ય કરતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો --- VADODARA : રક્ષિતકાંડમાં મિત્ર પ્રાંશુ ચૌહાણને કોર્ટમાંથી મોટી રાહત મળી

Tags :
BathCAPTUREcomplaintfemalefilledGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewspersonpolicetotriedunknownVadodaraVideo
Next Article