Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : આત્મા પ્રોજેક્ટને સંપૂર્ણપણે અમલમાં મુકતા મહિલા ખેડૂત

VADODARA : આત્મા પ્રોજેક્ટ' સાથે જોડાયા પછી તેમને વધુ વ્યાવસાયિક રીતે પ્રાકૃતિક ખેતી કરવાની પદ્ધતિઓ સમજવામાં મદદ મળી
vadodara   આત્મા પ્રોજેક્ટને સંપૂર્ણપણે અમલમાં મુકતા મહિલા ખેડૂત
Advertisement

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના રામપુરા ગામમાં વસતા 48 વર્ષીય જ્યોત્સનાબેન છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી (COW BASED FARMING) કરી રહ્યા છે. તેઓના ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોના ઉછેર થતો હોય છે, જેમાં રીંગણ, ડુંગળી, પાલક, મેથી, મરચાં, ટમેટાં, ધાણા અને લીંબુ જેવા શાકભાજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ ચીકુ, જામફળ, રાયણ અને જાંબુ જેવા ફળોનું પણ ઉછેર કરે છે.

પ્રોજેક્ટના માધ્યમથી તેમણે અનેક તાલીમમાં ભાગ લીધો

જ્યોત્સનાબેન કહે છે કે તેમનું પરિવાર વર્ષોથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલું છે, પરંતુ 'આત્મા પ્રોજેક્ટ' સાથે જોડાયા પછી તેમને વધુ વ્યાવસાયિક રીતે પ્રાકૃતિક ખેતી કરવાની પદ્ધતિઓ સમજવામાં મદદ મળી. આ પ્રોજેક્ટના માધ્યમથી તેમણે અનેક તાલીમમાં ભાગ લીધો છે અને તે તાલીમના આધારે પોતાનું ખેતર વધુ ફળદ્રુપ બનાવ્યું છે.

Advertisement

ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થાય

તેઓ પોતાની ગામની અન્ય મહિલાઓને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેમને આ મુદ્દે માહિતી આપે છે. જ્યોત્સનાબેનનું માનવું છે કે ખેતી કરતી દરેક ખેડૂત બહેનોએ પ્રાકૃતિક ખેતી દ્વારા આગળ વધવું જોઈએ. તેઓનું કહેવું છે કે પ્રાકૃતિક પદ્ધતિઓથી ખેતી કરવાથી જમીન વધુ ફળદ્રુપ બને છે અને ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થાય છે.

Advertisement

પ્રાકૃતિક ખેતીથી ખેતીની મૌલિક પદ્ધતિઓને સુધારી શકાય છે

આજે જ્યોત્સનાબેનના ખેતરમાં બાજરી અને ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીના કારણે તેમની વાર્ષિક આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યોત્સનાબેનનું કામ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે. તેમના પ્રયાસો એ દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતીથી ખેતીની મૌલિક પદ્ધતિઓને સુધારી શકાય છે અને સાથે સાથે પર્યાવરણના સંરક્ષણમાં પણ યોગદાન આપી શકાય છે.

આ પણ વાંચો -- VADODARA : સાંસદ ડો. હેમાંગ જોષીએ શિક્ષણ પર ભાર મુક્યો, નવી 8 આંગણવાડી મળશે

Tags :
Advertisement

.

×