Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દિવ્યાંગ તરણવીર ગરિમા વ્યાસની સિદ્ધિને બિરદાવતા મુખ્યમંત્રી

VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં વર્ષ ૨૦૧૦થી પ્રતિવર્ષ “ખેલ મહાકુંભ”ના આયોજન કરાવ્યાં હતાં
vadodara   દિવ્યાંગ તરણવીર ગરિમા વ્યાસની સિદ્ધિને બિરદાવતા મુખ્યમંત્રી
Advertisement
  • વડોદરાની દિકરીની સિદ્ધીની સરાહના કરતા મુખ્યમંત્રીએ પત્ર લખ્યો
  • ગરિમા વ્યાસે તરણ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા
  • વિકટ પરિસ્થિતિ સામે બાથ ભરીને આપે પ્રાપ્ત કરેલ સફળતા અનેક રમતવીરો માટે પ્રેરક - મુખ્યમંત્રી

VADODARA : સ્પેશિયલ ખેલ મહાકુંભ (KHEL MAHAKUMBH) ની તૃતીય આવૃત્તિની તરણ સ્પર્ધામાં બે ગોલ્ડ મેળવનારી વડોદરાની દિવ્યાંગ ખેલાડી ગરિમા વ્યાસની આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM BHUPENDRA PATEL) પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી છે.

Advertisement

અલગ ચીલો ચાતર્યો

મુખ્યમંત્રીએ પાઠવેલા શુભેચ્છાપત્રમાં જણાવાયું છે કે, વડાપ્રધાનશ્રીએ પ્રયોજેલો ‘દિવ્યાંગ' શબ્દ આપ જેવા પ્રતિભા સંપન્ન, અડગ મનોબળ ધરાવતા પરિશ્રમી વ્યક્તિઓ દ્વારા સાર્થક સિદ્ધ થતો જોઈને આનંદ થાય છે. તંદુરસ્ત વ્યક્તિઓને માટે પણ કઠિન એવી સફળતા પ્રાપ્ત કરી ગરિમાબેને અલગ ચીલો ચાતર્યો છે.

Advertisement

રમતગમતનું કૌશલ્ય દર્શાવાના ઉત્તમ અવસરો

મહિલાઓ આજે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિનો પરચમ લહેરાવી રહી છે એનું ઉત્તમ ઉદાહરણ ગરિમાબેન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM NARENDRA MODI) એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં વર્ષ ૨૦૧૦થી પ્રતિવર્ષ “ખેલ મહાકુંભ”ના આયોજન કરાવ્યાં હતાં. વર્તમાન સરકાર પણ આ પરંપરાને પ્રતિબદ્ધતા સાથે નિભાવી રહી છે. જેના પરિણામે યુવાનોને પોતાના રમતગમતનું કૌશલ્ય દર્શાવાના ઉત્તમ અવસરો પ્રાપ્ત થઈ રહ્યા છે.

મોટા અવરોધ પણ આત્મવિશ્વાસ અને મહેનતથી પાર

યુવાનોની રમતગમતમાં રુચિ અને સજ્જતામાં સારા પરિણામે વધારો વધારો થઈ રહ્યો છે. પાવાગઢના પર્વતોમાં ટ્રેકિંગ દરમિયાન થયેલ અણધાર્યા અકસ્માતમાં શરીરના કમરથી નીચેના ભાગમાં સંવેદનશૂન્યતા આવી ગઈ. આવા મોટા અવરોધને પણ આત્મવિશ્વાસ અને મહેનતથી પાર કરીને ગરિમાબેન સ્વિમર બન્યા અને સ્વિમિંગના ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહ્યા એ બાબત બિરદાવવા લાયક છે.

યુવાનો માટે આપનું જીવન પથદર્શક

વિકટ પરિસ્થિતિ સામે બાથ ભરીને આપે પ્રાપ્ત કરેલ સફળતા અનેક રમતવીરો માટે પ્રેરક છે. સામાન્ય, નાની-નાની વાતોમાં હિંમત હારી જતા અને હતાશાનો ભોગ બનતા યુવાનો માટે આપનું જીવન પથદર્શક છે. આપની અદમ્ય હિંમત, સાહસ અને પરિશ્રમની ફળશ્રુતિ સ્વરૂપે આપને મળેલ સફળતા સરાહનીય છે.

આ પણ વાંચો --- VADODARA : જિલ્લાના 12 સ્ટ્રેટેજીકલ ઈન્સ્ટોલેશન "નો ડ્રોન ઝોન" વિસ્તાર જાહેર

Tags :
Advertisement

.

×