VADODARA : ફટાકડાના ગેરકાયદે સ્ટોકમાં આગ મામલે પોલીસ ફરિયાદ
VADODARA : બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં 21 જેટલા શ્રમિકોના મોત બાદ વડોદરાનું તંત્ર હરકતમાં આવ્યું છે. અને ફટાકડાની દુકાનોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન 20, માર્ચે સયાજીપુરા માર્કેટ સંકુલમાં ફટાકડાના ગોડાઉન સહિત ત્રણ દુકાનોમાં આગની ઘટના મામલે ત્રણ સામે ગુનો નોંધાયે છે. જેને પગલે અન્યના જીવને જોખમ ઉભુ થાય તે રીતે ફટાકડાનો વેપાર કરનારાઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. (POLICE COMPLAINT FILLED AGAINST ILLEGAL FIRE CRACKER STOLL OWNER AND OTHERS - VADODARA)
Deesa Factory Blast : ડીસા વિસ્ફોટ કાંડ બાદ જાગ્યું વડોદરાનું તંત્ર । Gujarat First
- ડીસા વિસ્ફોટ કાંડ બાદ જાગ્યું વડોદરાનું તંત્ર
- વડોદરા અને પાદરામાં તંત્રએ હાથ ધરી તપાસ
- ફટાકડાના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી
- પ્રાંત અધિકારીએ બે ટીમ બનાવીને કરી તપાસ
- બે ટીમોએ કુલ 11 સ્થળો… pic.twitter.com/ucS3eHOMtN— Gujarat First (@GujaratFirst) April 3, 2025
પ્લાસ્ટીકના દાણાના ઢગલામાં લાગેલી આગ ફટાકડાના ગોડાઉનમાં પ્રસરી
સમગ્ર મામલે કપુરાઇ પોલીસ મથકમાં ફડાકડાનો સંગ્રહ કરનાર અશોક રૂપચંદ ખાનાણી (રહે. ચતુરભાઇ પાર્ક, વારસિયા રિંગ રોડ, વડોદરા), પ્લાસ્ટીકના દાણાનો સ્ટોક કરનાર શફીક સલીમભાઇ ધોબી (રહે. ગીરીરાજ સોસાયટી, વડોદરા), અને વેલ્ડર નિઝામુદ્દિન સમસુદ્દિન શેખ (રહે. સાંઇનાથ નગર, બાજવા, વડોદરા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 20, માર્ચના રોજ નેશનલ હાઇવે પર સયાજી માર્કેટ, શ્રી વિષ્ણું કો. ઓ. હાઉસિંગ કોલોનીની બાજુમાં આવેલી દુકાનમાં આગની ઘટના સામે આવી હતી. પ્લાસ્ટીકના દાણાના ઢગલામાં લાગેલી આગ બાજુમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં પ્રસરી હતી. શફીક ધોબીએ આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા તુરંત લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. આ કિસ્સામાં ફટાકડાનો સ્ટોર વગર મંજુરીએ ચાલતો હોવાનું મળી આવ્યું હતું.
પ્લાસ્ટીકના દાણમાં તણખા ઉડતા આગ લાગી
આ ઘટના અંગેની તપાસમાં ધ્યાને આવ્યું કે, જગદીશ ફરસાણ પાસે પાર્કિંગ માટેનો શેડ બનાવાયો હતો. જેને દુર કરવાની કામગીરી નિઝામુદ્દીન શેખ દ્વારા કરવામાં આવતી હતી. તે દરમિયાન પ્લાસ્ટીકના દાણમાં તણખા ઉડતા આગ લાગી હતી. જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જે મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રેકોર્ડ પરના પુરાવાઓના આધારે દુકાનદાર તથા સેફ્ટી સાધનો વગર શેડ દુર કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
દોઢસો કિલો જેટલું દારૂખાનું રાખનાર પાદરાની દુકાન સીલ
આ સાથે જ જિલ્લામાં ફટાકડાની દુકાનો - ગોડાઉનમાં તપાસ માટે 2 ટીમો ગઇ હતી. 11 જેટલા ફટાકડા વેચવા માટેના લાયસન્સ ધારકોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ફાયર એનઓસી વગર દોઢસો કિલો જેટલું દારૂખાનું રાખનાર પાદરાની દુકાનને સીલ કરી દેવામાં આવી છે. જેને પગલે ફટાકડાનું ગેરકાયદે વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટની લગાણી વ્યાપી જવા પામી છે.
આ પણ વાંચો --- Vadodara : સમા કેનાલમાં લપસી ગયેલા મિત્રને બચાવવા જતા યુવક તણાયો!


