VADODARA : સંસ્કારી નગરીમાં વર્ષનું પહેલું અંગદાન, અનેકને આપશે નવું જીવન
VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલી વિસ્તારમાં રહેતા 51 વર્ષિય આધેડને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. ત્યાર બાદ તેમનું સ્વાસ્થ્ય કથડતા તેઓ બ્રેઇન ડેડ થવા તરફ જઇ રહ્યા હતા. દરમિયાન ખાનગી હોસ્પિટલના તબિબો દ્વારા દર્દીના પરિજનને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવતા તેઓ મંજુર થયા હતા. પરિવારની મંજુરી મળતા જ આજે ગ્રીન કોરીડોર મારફતે દર્દીનું હાર્ટ, લીવર અને કિટનીનું ડોનેશન કરવામાં આવ્યું છે. જે પૈકી હાર્ટ અમદાવાદ હોસ્પિટલમાં મોકલાયું છે. જ્યારે લીવર અને કિડની સુરતની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે.
ગ્રીન કોરીડોર મારફતે અંગોને અન્ય શહેરો સુધી મોકલવામાં આવ્યા
સંસ્કારી નગરી વડોદરામાં વર્ષનું પ્રથમ અંગદાન (FIRST ORGAN DONATION OF 2025 - VADODARA) થયું છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા દિનેશભાઇને તાજેતરમાં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત બ્રેઇન ડેડ થવા તરફ આગળ વધવા લાગી હતી. દરમિયાન હોસ્પિટલના તબિબો દ્વારા અંગદાનનું મહત્વ સમજાવવામાં આવતા પરિજનો રાજી થયા હતા. ત્યાર બાદ બ્રેઇન ડેડ દર્દીના લીવર, કિડની અને હાર્ટનું ડોનેશન કરવામાં આવ્યું હતું. જે પૈકી હાર્ટને અમદાવાદ અને અન્ય અંગોને સુરત લઇ જવામાં આવ્યા છે. પુષ્પાંજલિ સ્વરૂપે ગાર્ડ ઓફ ઓનર આપીને ગ્રીન કોરીડોર મારફતે અંગોને અન્ય શહેરો સુધી મોકલવામાં આવ્યા હતા. આ તકે પરિજનો, વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી, ભાજપના કોર્પોરેટરો સહિતના અગ્રણીઓ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા.
મારા પિતા અમારા માટે હીરો હતા
અંગદાતાના પુત્ર માયાવંશી વૃષાંકકુમારએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારા પિતાનું નામ માયાવંશી દિનેશભાઇ છે. તેમનું લીવર, કિડની અને હાર્ટનું ડોનેશન આપવામાં આવ્યું છે. મારા પિતાને બ્રેઇ સ્ટ્રોક આવ્યો હતો. તેેમની સારવાર કરતા તબિબોએ જણાવ્યું કે, તેઓ બ્રેઇન ડેડ થવા તરફ જઇ રહ્યા છે. મારા પિતા અમારા માટે હીરો હતા, તો તેઓ બધાય માટે હીરો હોવા જોઇએ. જેથી તેમના કારણે એક પણ વ્યક્તિનો જીવ બચાવી શકાય તેવું સારી કરીને જાય. જેથી પરિવારે તેમના અંગદાનનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો --- VADODARA : જેલમાં ઓડિયો લર્નિંગ એક્સપીરીયન્સ સેન્ટરનો પ્રારંભ


