Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ફ્લિપકાર્ટની ઓફિસથી ચોરી થયેલા અડધો ડઝન મોબાઇલ ફોન રીકવર

VADODARA : ફ્લિપકાર્ટની પાર્સલ ઓફિસમાંથી આઠ મોબાઇલ, ઓફિસમાં જ કામ કરતા કોઇ શખ્સ દ્વારા ચોરી કરી લેવામાં આવ્યા હોવાની આશંકા હતી
vadodara   ફ્લિપકાર્ટની ઓફિસથી ચોરી થયેલા અડધો ડઝન મોબાઇલ ફોન રીકવર
Advertisement

VADODARA : વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી ફ્લિપકાર્ટની ઓફિસથી આઠ જેટલા મોબાઇલ ચોરી (MOBILE THEFT IN FLIPKART PARCEL OFFICE - VADODARA) થયા હોવાનું ધ્યાને આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. અને આ મામલે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ મામલે ગણતરીના સમયમાં પોલીસે (VADODARA - POLICE) આરોપીને દબોચીને તેની પાસેથી અડધો ડઝન મોબાઇલ ફોન રીકવર કરવામાં આવ્યા છે.

ટેક્નિકલ સોર્સ અને હ્યુમલ ઇન્ટેલિજન્સના આધારે આરોપી દબોચી લેવાયો

તાજેતરમાં વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જણાવ્યા અનુસાર, અલકાપુરી ખાતે આવેલી ઇકોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટની પાર્સલ ઓફિસમાંથી અલગ અલગ કંપનીના આઠ મોબાઇલ, ઓફિસમાં જ કામ કરતા કોઇ શખ્સ દ્વારા ચોરી કરી લેવામાં આવ્યા હોવાની આશંકા હતી. જે બાબતે ગુનો દાખલ થઇ ગયા બાત પોલીસ એક્શનમાં આવી હતી. અને ટેક્નિકલ સોર્સ અને હ્યુમલ ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ગણતરીના સમયમાં જ દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી સંતોષભાઇ જ્ઞાનેશ્વર ચિત્તે (રહે. ભરતનગર, ચિત્રકુટ સોસાયટી, ગોરવા ની સઘન પુછપરછમાં તેણે ચોરીની કબુલાત કરી હતી.

Advertisement

કુલ કિંમત રૂ., 80,500 આંકવામાં આવી રહી

જે બાદ વધુ તપાસ કરતા આરોપી પાસેથી ચોરી કરેલા પૈકી અડધોડઝન મોબાઇલ ફોન રીકવર કરવામાં આવ્યા છે. જેમાં રીયલમી, વીવી, મોટોરોલા, સેમસંગ, પોકો અનો ઓપ્પોના ફોનનો સમાવેશ થાય છે. જેની કુલ કિંમત રૂ., 80,500 આંકવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : સફેદ પાવડરની આડમાં લઇ જવાતો રૂ. 14.91 લાખનો વિદેશી દારૂ જપ્ત

Tags :
Advertisement

.

×