Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : તળાવો ક્યાં ગયા ! શહેર ભ્રષ્ટાચારનો સૌથી મોટો અખાડો બની ગયું - જૈન આચાર્ય

VADODARA : વડોદરા (VADODARA) માં ઐતિહાસીક પૂરની સ્થિતી બાદ લોકો સામાન્ય જનજીવન તરફ પાછા વળી રહ્યા છે. લોકોની હાડમારીનો આમ તો કોઇ અંત નથી. તંત્ર તેમનાથી થતા પ્રયત્નો કરી રહ્યું છે. તેવામાં જૈન મુનિ વડોદરામાં પૂરની સ્થિતી અંગે આક્રોષિત હોય...
vadodara   તળાવો ક્યાં ગયા   શહેર ભ્રષ્ટાચારનો સૌથી મોટો અખાડો બની ગયું   જૈન આચાર્ય
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ઐતિહાસીક પૂરની સ્થિતી બાદ લોકો સામાન્ય જનજીવન તરફ પાછા વળી રહ્યા છે. લોકોની હાડમારીનો આમ તો કોઇ અંત નથી. તંત્ર તેમનાથી થતા પ્રયત્નો કરી રહ્યું છે. તેવામાં જૈન મુનિ વડોદરામાં પૂરની સ્થિતી અંગે આક્રોષિત હોય તેવો એક વીડિયો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ વડોદરાના તળાવોથી લઇને વડોદરાના હાલના રાજકારણીઓ વિરૂદ્ધ બોલી રહ્યા છે. આ વીડિયો જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજ (Acharya Surya Sagar Ji Maharaj) નો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જૈન મુનિ પણ વડોદરાના પૂરથી વ્યથિત

વડોદરાવાસીઓ ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યા છે. પૂરના સમયે લોકોને મદદ કરવામાં નિષ્ફળ નેતાઓ સામે લોકોનો આક્રોષ ફાટી નિકળ્યો છે. અને નેતાઓ-કાર્યકર્તાઓને ઠેર ઠેર જાકારો આપવામાં આવી રહ્યો છે. ત્યારે હવે જૈન મુનિ પણ વડોદરાના પૂરથી વ્યથિત હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજનો વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ શહેરની સ્થિતી અંગે સચોટ વાત મુકી રહ્યા હોય તેમ લોકોનું માનવું છે.

Advertisement

ભ્રષ્ટાચારનૌ સૌથી મોટો અખાડો બની ગયું

જૈન મુનીએ કહ્યું કે, આજથી કેટલાક વર્ષો પહેલા વડોદરામાં 30 - 35 તળાવો હતા. જે વરસાદનું પાણી આવતું હતું, તે પાણી તળાવોમાં જતુ રહેતું હતું. જેથી કોઇ હાની થતી ન્હતી. પરંતુ હવે તે 30 તળાવો ક્યાં ગયા વડોદરાના ! આ લોકો ખાઇ ગયા છે. રાજકારણીઓએ બિલ્ડરોને ખવડાવી દીધા છે. વડોદરા ગુજરાતનો ભારતીય જનતા પાર્ટી માટે ભ્રષ્ટાચારનૌ સૌથી મોટો અખાડો બની ગયું છે. તેઓ સમજવા નથી માંગતા. વડોદરાનો (ભાજપ) શહેર પ્રમુખ વિજય શાહ છે. તેમણે ભાજપ, વડોદરા અને હિંદુઓના હિતમાં કર્યું હોય તેવું કયું કામ છે ? આ લોકો જ પતન કરાવશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પૂરગ્રસ્ત લોકોના જખમ પર મીઠું ભભરાવતા કોર્પોરેટર, કહ્યું, "જોયા વગર મકાન લીધા !"

Tags :
Advertisement

.

×