Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ફૂડ ડિલિવરી એપ SWIGGY ના રાઇડર્સની હડતાલ, વળતરથી નારાજ

VADODARA : અમારી માંગ હતી કે, અમારૂ પે આઉટ જે હતું, તે તમે પાછું લાવી આપો. અને હાલના પે આઉટને સ્થગિત કરી દો. - સ્વિગી રાઇડર
vadodara   ફૂડ ડિલિવરી એપ swiggy ના રાઇડર્સની હડતાલ  વળતરથી નારાજ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ફૂડ ડિલિવરી એપ સ્વિગીના કર્મચારીઓ (VADODARA SWIGGY RIDERS ON STRIKE) દ્વારા વિજળીક હડતાલ પાડવામાં આવી છે. અને મલ્હાર પોઇન્ટ સ્થિત ઓફીસે રાઇડર્સનો જમાવડો થયો હોવાનું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં કંપની દ્વારા નવી પેઆઉટ સિસ્ટમ લાગુ કરવાના વિરોધમાં હડતાલ પાડવામાં આવી હોવાનું રાઇડર્સે જણાવ્યું છે. નવા પેઆઉટ મુજબ રાઇડર્સને અગાઉની સરખામણીએ ઓછા રૂપિયા મળશે. સાથે જ વધુ ફૂડ ડિલિવરી બાદ જ તેઓને પૈસા મળશે. આ વાતનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

Advertisement

માંગ પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોગઇન કરવાના નથી

સ્વિગી એપના રાઇડર યાસીનખાન અબ્લુદખાન પઠાણ એ મીડિયાને જણાવ્યું કે, હું વર્ષ 2018 થી, 6 વર્ષથી કામ કરી રહ્યો છું. સમસ્યા છે કે, અમારા ફિલ્ડમાં 70 ટકા રાઇડર્સને પેઆઉટ (વળતર) થી લઇને અનેક સમસ્યાઓ છે. જેનું કંઇ નિરાકરણ કરવામાં આવતું નથી. તેઓ માત્ર સેવ રાખેલા નંબરના જ ફોન ઉપાડે છે. અમારી માંગ હતી કે, અમારૂ પે આઉટ જે હતું, તે તમે પાછું લાવી આપો. અને હાલના પે આઉટને સ્થગિત કરી દો. હાલ અમે અમારા મેનેજરને રજુઆત કરી છે. તેઓ જે સિસ્ટમ લાવી છે, તે ખોટી છે. જ્યાં સુધી અમારી માંગ પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોગઇન કરવાના નથી.

Advertisement

ઓર્ડરની સંખ્યા વધારીને વળતરની સંખ્યા ઓછી કરી

પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, જુના પેઆઉટમાં રાઇડર 20 જેટલા ઓર્ડર પૂર્ણ કરે તો તેને રૂ. 1 હજાર આપવામાં આવતા હતા. હવે નવા પે આઉટમાં 27 ઓર્ડર પૂર્ણ કરે તો તેને રૂ. 800 આપવામાં આવશે. આમ, કંપની દ્વારા નવા પે આઉટની સિસ્ટમમાં ઓર્ડરની સંખ્યા વધારીને વળતરની સંખ્યા ઓછી કરી દીધી છે. જેનાથી રાઇડર્સ ખુબ નારાજ થયા હોવાનું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : પાદરા-જંબુસર ફોરલેન હાઇ-વેનું કામકાજ અટકાવાયું, તંત્ર સામે રોષ

Tags :
Advertisement

.

×