Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિદેશી યુવકે ભારે કરી, મેનેજરને માર મારી પૈસા પડાવ્યા, પોલીસ જવાનોની કરી ધૂલાઇ

VADODARA : વિદેશી વિદ્યાર્થી સામે કપુરાઇ પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે આરોપી વિદેશી વિદ્યાર્થી સામે વધુ કાર્યવાહી હાથ ધરાઇ
vadodara   વિદેશી યુવકે ભારે કરી  મેનેજરને માર મારી પૈસા પડાવ્યા  પોલીસ જવાનોની કરી ધૂલાઇ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસેની ખાનગી યુનિ.માં ભણતા વિદેશી યુવકે (FOREIGN STUDENT) એ ભારે ઉત્પાત મચાવ્યો હોવાની ઘટના સપાટી પર આવી છે. વિદેશી યુવકે ભાડે મકાનનું સંચાલન કરતા મેનેજરને માર મારીને તેની પાસેથી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા પીસીઆર વાન આવી પહોંચી હતી. પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરતા તેણે તેમને પણ માર માર્યો હતો. આખરે ઉપરોક્ત મામલે વિદેશી વિદ્યાર્થી સામે કપુરાઇ પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે આરોપી વિદેશી વિદ્યાર્થી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોના આરોપ મુજબ વિદેશી વિદ્યાર્થી કોઇ પ્રકારના નશામાં હોવાનું જણાવ્યું હતું.

તેણે પોલીસ જવાનને ગાલ પર થપ્પડ મારી દીધા

કપુરાઇ પોલીસ મથકમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદમાં એએસઆઇએ જણાવ્યું કે, ગતરોજ તેઓ પીસીઆર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હતા. અને તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન કંટ્રોલ રૂમમાંથી જાણ કરવામાં આવી કે, ડવડેક એપાર્ટમેન્ટમાં એક ઇસમને મારી નાંખવામાં આવ્યો છે. જેથી તેઓ તુરંત બીજી પીસીઆર વાન સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં જઇને પુછતા જાણવા મળ્યું કે, એક શખ્સ ડવડેક સાઇટની ઓફીસના મેનેજરને ઘસડીને ઓફીસમાં લઇ ગયો છે. જે બાદ પોલીસ જવાનો અંદર ગયા હતા. ત્યાં જઇને જોતા એક વિદેશી શખ્સ મળી આવ્યો હતો. તેની પુછપરછ કરવા જતા તેણે પોલીસ જવાનને ગાલ પર થપ્પડ મારી દીધા હતા. અન્ય જવાનોએ તેને સમજાવવા જતા વિદેશી વિદ્યાર્થીએ તેમને લાતો મારી હતી. બાદમાં તેને જેમ તેમ કાબુ કરી તેનું નામ પુછતા તેણે વોશીંગ્ટન ટકુરા મુઝાવઇરે (મુળ રહે - ઝીમ્બાવે) (હાલ રહે - ડવડેક એપાર્ટમેન્ટ, આજવા રોડ) હોવાનું જણાવ્યું હતું. આખરે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

માર મારતો મારતો ફરિયાદીને ઓફીસમાં લઇ ગયો

કપુરાઇ પોલીસ મથકમાં નોંધાયેલી બીજી ફરિયાદમાં સાઇટ મેનેજર રમેશકુમાર અગ્રવાલએ જણાવ્યું કે, વોશીંગ્ટન ટકુરા મુઝાવઇરે ડવડેક એપાર્ટમેન્ટમાં રહેતા સંધ્યાબેન હરીશંકર તિવારીના મકાનમાં બળજબરીથી ઘૂસ્યો હતો. અને અલગ-અલગ રૂમમાં જઇને તે આકાશ તિવારીની તપાસ કરતો હતો. જેથી તેમણે વચ્ચે પડીને ઘરમાં સ્ત્રી એકલી છે, બહાર નીકળા જણાવ્યું હતું. જો કે, તે બાદ આરોપીએ ફરિયાદીને ઢસડીને માર મારતા લિફ્ટ પાસે લઇ ગયો હતો. અને ઢોરમાર મારીને કપડાં સુદ્ધાં ફાડી નાંખ્યા હતા. બાદમાં માર મારતો મારતો ફરિયાદીને ઓફીસમાં લઇ ગયો હતો. જ્યાં બાનમાં લઇને ઓનલાઇન ગુગલ પે થકી રૂ. 14 હજાર બળજબરી પૂર્વક ટ્રાન્સફર કરાવ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે કપુરાઇ પોલીસ મથકમાં વોશીંગ્ટન ટકુરા મુઝાવઇરે (મુળ રહે - ઝીમ્બાવે) (હાલ રહે - ડવડેક એપાર્ટમેન્ટ, આજવા રોડ) સામે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બંને ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- પરણિત યુવક 6 મહિનાથી હોટેલમાં લઈ જઈ યુવતી દેહ ચૂંથતો અને મિત્ર....

Tags :
Advertisement

.

×