Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ધોળે દહાદે સ્ટંટબાજીના કહેરમાં કારનો કાચ ફૂટ્યો

VADODARA : ફોર્ચ્યુનરે મેદાનમાં 6 ચક્કર મારતા મેદાનનું વાતાવરણ ધૂળિયું બન્યું હતું. સાથે જ મેદાનના પથ્થર રસ્તાની પેલેપાર સુધી ઉડીને પહોંચી ગયા
vadodara   ધોળે દહાદે સ્ટંટબાજીના કહેરમાં કારનો કાચ ફૂટ્યો
Advertisement

VADODARA : વડોદરામાં ધોળે દહાડે કારમાં સ્ટંટબાજી કરતા તત્વોનો ભારે આતંક સામે આવ્યો છે. ફોર્ચ્યુનર કારમાં આવેલા તત્વોએ કારેલીબાગ સ્થિત રાત્રી બજાર સામે, અને પાર્થ સ્કુલની બાજુના મેદાનમાં ફિલ્મી સ્ટાઇલ સ્ટંટ મારતા કાર ગોળ ગોળ ફેરવી હતી. આ દરમિયાન મેદાનમાં ધૂળ ફેલાઇ હતી, અને આસપાસ પથ્થરો ઉડીને પડ્યા હતા. જેમાં એક નજીક ઉભેલી એક કાર પર પથ્થર પડતા તેનો કાચ તુટી ગયો હતો. આવી ગંભીર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા તેઓ મોડા પહોંચ્યા હોવાનો ફરિયાદીનો આરોપ છે. (FORTUNER CAR STUNT IN DAYLIGHT CREATED FEAR AND LOST - VADODARA)

Advertisement

ફોર્ચ્યુનરે મેદાનમાં 6 ચક્કર માર્યા

કારેલીબાગ વિસ્તારમાં રાત્રી બજાર સામે આવેલું મેદાનમાં અસામાજિક તત્વો એક્ટીવ થયા હોય તેમ લાગી રહ્યું છે. ગતરોજ કાર ચાલક દિપક અંબાણી ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન તેમને અગત્યનો ફોનકોલ આવતા તેઓ મેદાન બહાર કાર સાઇડમાં કરીને ઉભા રહ્યા હતા. જે બાદ અચાનક એક ફોર્ચ્યુનર કાર પુરઝડપે આવીને મેદાનમાં ધૂસી હતી. ફોર્ચ્યુનરે મેદાનમાં 6 ચક્કર માર્યા હતા. જેના કારણે મેદાનનું વાતાવરણ ધૂળિયું બન્યું હતું. સાથે જ મેદાનના પથ્થર રસ્તાની છેક પેલેપાર સુધી ઉડીને ગયા હતા.

Advertisement

સદ્નસીબે કોઇ જાનહાની થઇ ન્હતી

આ વચ્ચે દિપક અંબાણીની કાર પાછળ મોટો પથ્થર પડતા તેના કાચ તુટ્યા હતા. આ ઘટના બપોરના અઢી વાગ્યાની છે. તે સમયે શાળામાંથી છુટતા બાળકોને તેમના માતા-પિતા લેવા આવ્યા હતા. સ્ટંટબાજોએ સર્જેલી પરિસ્થીતીમાં સદ્નસીબે કોઇ જાનહાની થઇ ન્હતી. જે બાદ ઘટના અંગે ફરિયાદ કરવા માટે તેમણે પોલીસને જાણ કરી હતી. પરંતુ આ ઘટનામાં પોલીસને બપોરે જાણ કર્યા બાદ તેઓ સાંજ સુધી પણ આવ્યા નહીં હોવાનો આરોપ તેમના દ્વારા મુકવામાં આવ્યો છે. આખરે હરણી પોલીસ મથકમાં ફરિદાયની અરજી લઇને વધઉુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો --- VADODARA : ડેસરના ફાર્મ હાઉસમાં ધમધમતું ઠગાઇનું કોલ સેન્ટર ઝડપાયું

Tags :
Advertisement

.

×