Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બોલાચાલીની અદાવતે મિત્રના ટુ વ્હીલર ફૂંકી માર્યા

VADODARA : તું જોઇ લેજે, તારી બાઇક અને મોપેડ તારા ઘરે આવીને સળગાવી દઇશ. જે બાદ બોલાચાલીની વાતનું વેર તેણે પોતાના મનમાં રાખ્યું હતું
vadodara   બોલાચાલીની અદાવતે મિત્રના ટુ વ્હીલર ફૂંકી માર્યા
Advertisement

VADODARA : વડોદરાના વારસીયામાં બે મિત્ર વચ્ચે મજાક-મસ્તીને લઇને બોલાચાલી થઇ હતી. જે અંગે એક મિત્રને લાગી આવતા અંગત અદાવતનો જન્મ થયો હતો. તે બાદ મિત્રએ મિત્રના ઘરે જઇને જ્વલનશીલ પદાર્થ છાંટીને બે વાહનને આગ ચાંપી દીધી હતી. જેમાં બંને વાહનો ખાખ થયા છે. આ મામલે વારસીયા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. (FRIEND FIRE TWO WHEELER OF ANOTHER FRIEND - VADODARA)

તારી બાઇક અને મોપેડ તારા ઘરે આવીને સળગાવી દઇશ

એક મહિના પહેલા જયની અરૂણસિંગ બચ્ચનસિંગ સરદારજી (રહે. વારસીયા) જોડે મસ્તી કરવા અંગે બોલાચાલી થઇ હતી. તે બાદ તેણે જયને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સાથે જ કહ્યું હતું કે, તું જોઇ લેજે, તારી બાઇક અને મોપેડ તારા ઘરે આવીને સળગાવી દઇશ. જે બાદ બોલાચાલીની વાતનું વેર તેણે પોતાના મનમાં રાખ્યું હતું. જયે આ ઘટના અંગે પોતાના પિતાને જાણ કરી રાખી હતી.

Advertisement

વાહનો પર પાણી છાંટવા જતા કંઇ ખાસ સફળતા મળી ન્હતી

23, માર્ચે રાત્રે 10 વાગ્યે નરેશભાઇ અને તેમનો પરિવાર નિંદ્રાધીન હતો. બીજા દિવસે સવારે તેમના પાડોશીએ તેમને જગાડીને બોલાવ્યા હતા. જોરથી બુમો પાડી કે, તમારૂ મોપેટ અને બાઇક સળગે છે. જે બાદ પરિજનો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ વાહનો પર પાણી છાંટવા જતા કંઇ ખાસ સફળતા મળી ન્હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ટુ વ્હીલર બળીને ખાખ થઇ ગયા હતા. આ અંગે વારસીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદજ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. પોલીસે અરૂણસિંગની અટકાયત કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : રખડતા ઢોરે વધુ એક મહિલાનો ભોગ લીધો

Tags :
Advertisement

.

×