VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 9 ના મોત, 6 ઇજાગ્રસ્ત - વાંચો નામોની યાદી
- આજે ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઇ
- ઘટનામાં બ્રિજનો ભાગ વચ્ચેથી તુટી પડતા વાહનો નદીમાં ખાબક્યા
- અત્યાર સુધીમાં 9 ના મૃત્યું થયા હોવાનું સામે આવ્યું છે.
VADODARA : વડોદરાના પાદરામાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ થયુ છે. બ્રિજ ધરાશાયી થવા મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં આણંદ અને પાદરાને જોડતો બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે. 6 લોકોને રેસ્ક્યુ કરાયા છે. 1985મા બ્રિજ બન્યો હતો. જેમાં 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દીધી હતી.
ઈજાગ્રસ્તોની યાદી
૧. સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. ૪૫, ગામ-દરિયાપુરા
૨. નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. ૪૫, ગામ-દહેવાણ
૩. ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. ૪૦, ગામ-રાજસ્થાન
૪. દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. ૩૫, ગામ-નાની શેરડી
૫. રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. ૩૦, ગામ-દ્વારકા
૬. રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ઉં. વ. ૪૫, ગામ-દેવાપુરા
મૃતકોની યાદી
૧. વૈદિકા રમેશભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા
૨. નૈતિક રમેશભાઈ પઢીયાર, , ગામ-દરિયાપુરા
૩. હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, , ગામ-મજાતણ
૪. રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.૩૨, ગામ-દરિયાપુરા
૫. વખતસિંહ મનુસિંહ જાદવ, ગામ-કાન્હવા
૬. પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.૨૬, ગામ-ઉંડેલ
૭. અજાણ્યા ઇસમ
૮. અજાણ્યા ઇસમ
આ પણ વાંચો ---- VADODARA : SSG હોસ્પિટલમાં એક સ્ટ્રેચર પર ત્રણ દર્દીઓને બોટલ ચઢાવાયા


