Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગેસ બીલના બાકી નાણાંના નામે ઠગવા ટોળકી સક્રિય

VADODARA : લોકોના ઘરે ઘરે પાઇપ્ડ ગેસ પહોંચાડતી વડોદરા ગેસ લિમિટેડ (Vadodara Gas Limited) કંપનીના ગ્રાહકો પાસેથી બાકી બીલના નામે પૈસા પડાવવા ઠગ ટોળકી સક્રિય થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ટોળકી દ્વારા ગ્રાહકોનો વોટ્સએપ મેસેજ મોકલવામાં આવે છે....
vadodara   ગેસ બીલના બાકી નાણાંના નામે ઠગવા ટોળકી સક્રિય
Advertisement

VADODARA : લોકોના ઘરે ઘરે પાઇપ્ડ ગેસ પહોંચાડતી વડોદરા ગેસ લિમિટેડ (Vadodara Gas Limited) કંપનીના ગ્રાહકો પાસેથી બાકી બીલના નામે પૈસા પડાવવા ઠગ ટોળકી સક્રિય થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ટોળકી દ્વારા ગ્રાહકોનો વોટ્સએપ મેસેજ મોકલવામાં આવે છે. જેમાં તેમના ગેસ બીલના બાકી પૈસા તુરંત ભરવા જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં નહીં આવે તે તેમનું ગેસ કનેક્શન કાપી નાંખવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવે છે. સાથે જ પૈસા ભરવા માટેની લિંક મોકલવામાં આવે છે. જો કે, આ એક ઠગાઇની માયાજાળ છે. આખરે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં જાણ કરવાની સાથે કંપની દ્વારા પોતાની વેબસાઇટ પર પણ ચેતવણી મુકી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.

Advertisement

બનાવટી લિંક મોકલવામાં આવે છે

વડોદરામાં લોકોના ઘર ઘર સુધી ગેસ પહોંચાડતી વડોદરા ગેસ લિમિટેડ કંપનીના ગ્રાહકોને છેતરવા માટે ગઠિયાઓ મેદાને આવ્યા છે. ગ્રાહકોને વોટ્સએપ પર મેસેજ કરીને બાકી બીલના નાણાં ભરવા માટે જણાવવામાં આવે છે. જો નાણાં નહી ભરે તો કનેક્શન કપાઇ જશે તેવી ચિમકી આપીને પૈસા ભરવા માટેની બનાવટી લિંક મોકલવામાં આવે છે. આ ઠગાઇ અટકાવવા માટે હવે વડોદરા ગેસ લિ.ના સત્તાધીશો આગળ આવ્યા છે.

Advertisement

વોટ્સએપથી મેસેજ મોકલવામાં આવે છે

વડોદરા ગેસ લિમિટેડના અધિકારીએ જણાવ્યું કે, વડોદરા શહેર તમામમાં પીએનજી ગેસ કનેક્શન પીએનજી ગેસ કનેક્શન પુરૂ પાડે છે. માસના અંતે તેનું બીલ આપવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી ફરિયાદ આવી છે કે, કેટલાક ઇસમો દ્વારા ખોટી રીતે પૈસા પડાવવામાં આવી રહ્યા છે. લોકોનો વોટ્સએપથી મેસેજ મોકલવામાં આવે છે કે, તમારા ગેસબીલના પૈસા બાકી છે. ગેસનું બાકી બીલ નહી ભરવામાં આવે તો કનેક્શન કપાઇ જશે. જે કોઇ લોકો તેમને રીપ્લાય આપે તો તેઓ તેમને સામે લિંક મોકલે છે. અને એવું સમજાવે છે કે, લિંક પર જઇને પેમેન્ટ કરો. અમારા દ્વારા કોઇ પણ વોટ્સએપ મેસેજ કરવામાં આવતો નથી.

ઓફીસમાં આવીને સંપર્ક કરો

વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરા ગેસ લી. દ્વારા જનરેટ કરવામાં આવલા બિલનો એસએમએસ ગ્રાહકના મોબાઇલ પર જાય છે. ગ્રાહકો જેનું પેમેન્ટ ઓફીશીયલ વેબસાઇટ પરથી કરી શકે છે. સાથે જ વોર્ડ ઓફીસ. વડોદરા ગેસ લી.ની ઓફીસ અને નિયત બેંકોમાં બીલના પૈસા જમા કરાવી શકે છે. વોટ્સએપ પર આવતા કોઇ પણ મેસેજ સામે પ્રત્યુત્તર આપવો નહીં. વડોદરા ગેસ લીમીટેડ ના બીલ અથવા અન્ય કોઇ મૂંઝવણ હોય તો દાંડીયા બજાર ઓફીસમાં આવીને સંપર્ક કરો. આવા છેતરામણીભર્યા મેસેજથી બચવા અપીલ છે.

આ પણ વાંચો -- VADODARA : ટોઇંગ વાહનનો મેમો નહી આપવા પૈસા પડાવતો LRD રંગેહાથ ઝબ્બે

Tags :
Advertisement

.

×