Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગતિ શક્તિ યુનિ.ના પ્રોફેસરની સિદ્ધી, કચરામાંથી ઇંધણ બનાવ્યું

VADODARA : વેંકટેશ્વરલુનું સંશોધન કાર્ય પ્લાસ્ટિક મુક્ત ભવિષ્યના નિર્માણમાં સહાયક બની પર્યાવરણના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે
vadodara   ગતિ શક્તિ યુનિ ના પ્રોફેસરની સિદ્ધી  કચરામાંથી ઇંધણ બનાવ્યું
Advertisement
  • વડોદરાની ગતિ શક્તિ યુનિ.ના પ્રોફેસરનો કમાલ
  • વેસ્ટમાંથી બનાવ્યું ઇંધણ
  • સ્વચ્છતાની સાથે ઉર્જાનો સ્ત્રોત મળે તેવો અનોખો પ્રયાસ
  • ભવિષ્યમાં આ પ્રોજેક્ટનું મોટા પાયે અમલીકરણ થવાની શક્યતા
  • દેશના ટોચના મહાનુભવોના હસ્તે પ્રોફેસરનું સન્માન કરાયું

VADODARA : વડોદરા (VADODARA) ની ગતિ શક્તિ યુનિવર્સિટીના (GATI SHAKTI UNIVERSITY - VADODARA) પ્રાધ્યપકને વેસ્ટ કચરામાંથી ઇંધણ બનાવવાના પ્રોજેક્ટ પર સફળતા મળી છે. તેમના કાર્યોની નોંધ લઇ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે (CM BHUPENDRA PATEL) પ્રાધ્યાપક વેંકટેશ્વરલુ જીને શુભેચ્છાઓ પાઠવી હતી. અને હજુ પણ તેમના દ્વારા જે વેસ્ટ કચરામાંથી ઇંધણ બનાવવામાં સફળતા મળશે તે આગળ વધે તેવી શુભકામનાઓ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પાઠવી હતી.

Advertisement

દરેક ગામ અને ઘરને વીજળી પહોંચાડવામાં આવી

મુખ્યમંત્રી શ્રી એ પાઠવેલા પત્રમાં જણાવેલ છે કે ભારત દેશમાં આજે દિવસેને દિવસે વસ્તી વધારો થઈ રહ્યો છે તેની સાથોસાથ ઇંધણના વપરાશનું પ્રમાણ પણ દિવસેને દિવસે વધી રહી છે.સરકારે છેલ્લાં ૯ વર્ષમાં ૧,૯૪,૩૯૪ મેગાવોટની ઉત્પાદન ક્ષમતાનો ઉમેરો કરીને વીજ ક્ષેત્રને વીજળીની ઉણપમાંથી ઊર્જા-પર્યાપ્તમાં પરિવર્તિત કર્યું છે. વીજ ઉત્પાદનની વર્તમાન સ્થાપિત ક્ષમતા આશરે ૪,૨૬,૧૩૨ મેગાવોટ છે. છેલ્લા ૨ વર્ષ ૨૦૨૩-૨૪માં ઉમેરવામાં આવેલી કુલ ઉત્પાદન ક્ષમતા ૯૯૪૩ મેગાવોટમાંથી ૧,૬૭૪ મેગાવોટ અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી અને ૮,૨૬૯ બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી છે. વર્ષ દરમિયાન ૭,૫૬૯ મેગાવોટ પુનઃપ્રાપ્ય ક્ષમતા (મોટી જળવિદ્યુ) ઉમેરવામાં આવી છે, જેમાં ૫,૫૩૧ મેગાવોટ સૌર, ૧,૯૩૧મેગાવોટ પવન, ૩૪મેગાવોટ બાયોમાસ, ૪૨ મેગાવોટ સ્મોલ હાઇડ્રો અને ૩૦ મેગાવોટ લાર્જ હાઇડ્રો ઉત્પાદન ક્ષમતાનો સમાવેશ થાય છે.દરેક ગામ અને ઘરને વીજળી પહોંચાડવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની ઉપલબ્ધતા વર્ષ ૨૦૧૫માં૧૨ કલાકથી વધીને ૨૦.૬કલાક અને શહેરી વિસ્તારોમાં ૨૩.૮કલાક સુધી વધી છે.

Advertisement

રોજબરોજના અવનવા સંશોધનનો આજે સમગ્ર વિશ્વ નોધ લઈ રહ્યું છે

પ્રવર્તમાન સદી જ્ઞાનની સદી છે આજે ભારત દેશ પોતાની કોઠા સૂઝ થકી અનેક સંશોધનો દિવસેને દિવસે કરી રહ્યો છે અને રોજબરોજના અવનવા સંશોધનનો આજે સમગ્ર વિશ્વ નોધ લઈ રહ્યું છે ત્યારે આ સદીમાં સંશોધન એ પ્રગતિના પાયા સન્માન છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંશોધન કાર્યના પ્રખર હિમાયતી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે ઇન્ફ્યુટેશન સેન્ટર i create જેવી સંસ્થાઓ બનાવી હતી આ ઉપરાંત પ્રત્યેક વાઇબ્રન્ટ સમિતિમાં તેમણે બિઝનેસ ઉપરાંત નોલેજ પાર્ટનરશીપ ઉપર પણ ભાર મૂક્યો હતો તેમના મંતવ્ય અનુસાર વર્તમાન યુગ IT નો છે આવનાર યુગ ET નો રહેવાનો છે ત્યારે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન માં જય અનુસંધાન ઉમેરીને એમણે સંશોધન માટેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે જેને આજે સમગ્ર દેશમાં અનેક લોકો આવકારી રહ્યા છે અને અલગ અલગ ક્ષેત્રે સંશોધન પણ કરી રહ્યા છે.

સફાઈ પણ રહેશે અને લોકોને ઇંધણ પણ મળી રહેશે

ગતિ શક્તિ યુનિવર્સિટીના અધ્યાપક તરીકે કાર્યરત એવા પ્રોફેસર વેંકટેશ્વરલુ જી દ્વારા ત્રણ ટન કચરામાંથી ૧૦૦૦ લીટર ઈંધણ બનાવી છે જે આજે લોકો માટે એક પ્રેરણા રૂપ સાબિત થઈ રહેશે કારણ કે આજના સમયમાં જે પ્રમાણે દિવસે ને દિવસે ઈંધણનું પ્રમાણ વધી રહ્યું છે તેની સામે આજે અનેક દેશો ઇંધણને બચાવવા માટે પ્રયાસો કરી રહી છે ત્યારે ભારત દેશમાં પણ વધતી જતી વસ્તી વધારો વચ્ચે ઇંધણનો ઉપયોગ વધી રહ્યો હતો તેને લઈ હવે અલગ અલગ રિસર્ચ કરી તેને લોકો સુધી ઇંધણ બનાવી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે ગતિ શક્તિ યુનિવર્સિટીના પ્રધ્યાપક દ્વારા જે કચરામાંથી ઇંધણ બનાવવામાં આવ્યું છે તે આવનારા સમયમાં અનેક લોકો માટે ઉપયોગી થઈ શકશે કારણ કે આજે મોટાભાગના વિસ્તારમાં જે લોકો કચરો ઘરની બહાર ફેંકે છે તેનો ઉપયોગ કરી ઇંધણ બનાવવામાં આવશે એટલે ગામમાં સફાઈ પણ રહેશે અને લોકોને ઇંધણ પણ મળી રહેશે.

રાષ્ટ્રપતિના હસ્તે વિઝીટર એવોર્ડ થી સન્માનિત

આ પરિપ્રેક્ષમાં અધ્યાપક વેંકટેશ્વરલુ જી દ્વારા ત્રણ વર્ષમાં વડોદરામાં ઠલવાતા લેન્ડફિલ સાઈડ પરના પ્લાસ્ટિક વેસ્ટ માંથી ૧૦૦૦ લિટર ઇંધણ બનાવી છે જે રિસર્ચમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે તે સરાણિય છે મલ્ટી લેયર પ્લાસ્ટિક અને મ્યુનિસિપલ લેન્ડફિલ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સહિતના વૈશ્વિક મુદ્દે કાર્ય શરૂ કર્યું હતું અને૨૦૨૧ માં સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરામાંથી કેવી રીતે ઈંધણને તેનું રિસર્ચ શરૂ કર્યું હતું ૨૦૨૫ સુધીમાં લગભગ બે થી ત્રણ ટન પ્લાસ્ટિક વેસ્ટ માંથી ૧૦૦૦ લિટર ઇંધણ પ્રાધ્યાપક વેંકટેશ્વરલૂજી દ્વારા બનાવવામાં આવશે. આ કાર્ય બદલ શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્રપ્રધાન તથા પ્રતિષ્ઠિત સરકારી અધિકારીઓની હાજરીમાં વેંકટેશ્વરલૂ જી ને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુજીના હસ્તે વિઝીટર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વેંકટેશ્વરલુ જી દ્વારા થયેલ આ સંશોધન કાર્ય પ્લાસ્ટિક મુક્ત ભવિષ્યના નિર્માણમાં સહાયક બની પર્યાવરણના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે આ જ પ્રકારે સંશોધન કાર્ય થકી સિદ્ધિના નવા નવા સોપાનો અસર કરતા રહે અને રાષ્ટ્રની પ્રગતિમાં મહત્વનું યોગદાન મળતું રહે તેવી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ પણ વાંચો --- VADODARA : ઇન્દિરા પ્રાથમિક શાળામાં કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવા કાર્યોની CM એ નોંધ લીધી

Tags :
Advertisement

.

×