Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : GIPCL ને ધમકી ભર્યો ઇમેલ, તપાસમાં કંઇ વાંધાજનક ના મળ્યું

VADODARA : બોમ્બ મુક્યા નો મેલ મળતા તપાસ એજન્સી તેમજ બોમ સ્કોડ તથા ડોગ સ્કોડ સાથે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોચી ગઇ હતી
vadodara   gipcl ને ધમકી ભર્યો ઇમેલ  તપાસમાં કંઇ વાંધાજનક ના મળ્યું
Advertisement

VADODARA : વડોદરાના ધનોરા ગામ નજીક ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન લિમિટેડ (GIPCL) ને બોમ્બ ધમકીનો મેલ મળ્યો હોવાની વિગતો બહાર આવી છે. કંપનીના મેનેજીંગ ડીરેક્ટરને ચેન્નાઈથી મોકલવામાં આવેલા આ મેલથી ચેતવણી જારી કરવામાં આવી હતી. જે અંગેની જાણ થતાં દોડી ગયેલી પોલીસ સહિત તપાસ એજન્સીઓએ સર્ચ શરૂ કરી દીધુ હતુ. આ પહેલા પણ ચેન્નાઇ થી એક મેલ આવેલો હતો, જેમાં પણ બોમ્બ પ્લાન કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીએ તપાસ કરતા તે અફવા ગણાવી હતી અને બોમ્બ પ્લાન કરાયો ન હોવાનું સ્પષ્ટ જણાવ્યુ હતુ. ફરી વખત આજે એક મેલ કંપનીને મળ્યો છે જેમાં બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી પણ છે. જેની ચકાસણી સુરક્ષા એજન્સી કરી રહી છે. (GIPCL COMPANY MD RECEIVED BOMB THREAT EMAIL - VADODARA)

પોલીસ કમિશનર ઓફિસ જાણ કરવામાં આવી

બોમ્બ મુક્યા નો મેલ મળતા તપાસ એજન્સી તેમજ બોમ સ્કોડ તથા ડોગ સ્કોડ સાથે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોચી ગઇ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ મેલ ચેન્નાઇથી સિંધુ જા શ્રીનિવાસનના નામે મોકલવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓ મોકલનારનું સ્થાન શોધવા માટે IP એડ્રેસ ચકાસી રહી છે. અધિકારીઓ ધમકીને ગંભીરતાથી લઈ રહ્યા છે અને મેલની સત્યતા નક્કી કરવા માટે કામ કરી રહ્યા છે. કંપનીના એચ. આર. ડિપાર્ટમેન્ટને ઇ મેઇલ મળતા પોલીસ કમિશનર ઓફિસ જાણ કરવામાં આવી હતી.

Advertisement

સ્થાનિક અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા

જેના પગલે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ સાથે વડોદરા એસ.ઓ. જી , ડી.સી.બી, લોકલ પોલીસ સહિતની ટીમોએ ઘટના સ્થળે પહોચીને સર્ચ શરૂ કર્યુ હતુ. હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. GIPCL મેનેજમેન્ટ અને સ્થાનિક અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. સુરક્ષા પગલાં વધારી દેવામાં આવ્યા હતા. આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં કર્મચારીઓ અને રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ ગઇ હતી.

Advertisement

કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી

આ અંગે ડીસીપી જે સી કોઠિયાએ જણાવ્યું હતું કે, મેઇલ જીઆઈપીસીએલ ના એમડીને મળ્યો છે. મેલની અંદર બોમ્બ મૂક્યો હોવાની માહિતી દર્શાવવામાં આવી છે. આ અંગેની પોલીસની જાણ થતા એસઓજી, બીડીડીએસની ટીમ, લોકલ ટીમ, ડીસીબી ક્રાઈમ, એસઓજી ટીમ સહિતની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી. આ મેઇલ ક્યાંથી આવ્યો છે તે શોધવાનું કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ ભવ્ય રીતે સંપન્ન

Tags :
Advertisement

.

×