Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અમેરિકાથી ડિપોર્ટ થયેલી યુવતિ વતન પહોંચી, પિતાની આંખમાં 'ખુશી'ના આંસુ

VADODARA : પાદરાના લૂણા ગામની ડિપોર્ટ કરાયેલી દિકરીને 25 દિવસ બાદ માતા-પિતાએ હેમખેમ પરત જોતા પિતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા.
vadodara   અમેરિકાથી ડિપોર્ટ થયેલી યુવતિ વતન પહોંચી  પિતાની આંખમાં  ખુશી ના આંસુ
Advertisement

VADODARA : Indians Deported from US : અમેરિકામાં નવી ચૂંટાયેલી ટ્રમ્પ સરકારે દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે હેઠળ અમેરિકામાં (America) ગેરકાયદેસર રીતે ઘૂસીને રહેતા 104 ભારતીયોને તેમના વતન ડિપોર્ટ કરવામાં આવ્યા છે. તેમાં 33 ગુજરાતીઓ છે, તે પૈકીની એક યુવતિ વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરાના લૂણા ગામની હતી. યુવતિ પોતાના વતન પરત આવી ગઇ છે. 25 દિવસ બાદ પોતાની દિકરીને હેમખેમ પરત જોતા પિતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

અમને તેમ હતું કે, દિકરી ગાંધીનગર ગઇ છે

વડોદરાના પાદરામાં આવેલા લૂણા ગામની ખુશ્બુ પટેલને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવી છે. આજે સવારે ખુશી પટેલ પોતાના વતન આવી પહોંચી હતી. બાદમાં તે પાદરા પોલીસ મથક પહોંચી હતી. જ્યાં તેનું નિવેદન નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ તકે ખુશીની માતા નયનાબહેને મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારી દિકરી વિશે જાણ્યું ત્યારથી ટેન્શન હતું. અમારી દિકરી ક્યાં છે તે અમે જાણતા ન્હતા. અમને તેમ હતું કે, દિકરી ગાંધીનગર ગઇ છે. મારી દિકરી પાછી આવી છે. તેનો આનંદ છે.

Advertisement

મારી દિકરી સુરક્ષિત રીતે આવી ગઇ છે

ખુશીના પિતાએ મીડિયાને જણાવ્યું કે, અમે કશું જાણતા ન્હતા. અને આ બધુ થયું છે. મારી દિકરી પાછી આવી ગઇ છે. મીડિયા થકી અમે આ બધુ જાણ્યું છે. મારી દિકરી ઘરે આવી ગઇ છે. હવે મને શાંતિ થઇ છે. મારી દિકરી સુરક્ષિત રીતે આવી ગઇ છે. અમારૂ ઘર ભરાઇ ગયું છે.

Advertisement

આ પણ વાંચો --- Ahmedabad : USA થી ડિપોર્ટ 33 ગુજરાતી વતન લઈ જવાયા, સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરે તેવી વકી

Tags :
Advertisement

.

×