Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પોલીસ ભરતીની પ્રેક્ટીસ કરવાનું કહી ઘરેથી નિકળેલી યુવતિ લાપતા

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા ભાદરવા પોલીસ મથક (BHADARVA POLICE STATION) ની હદમાં રહેતા પરિવારની દિકરી ઘરેથી પોલીસ ભરતીની પ્રેક્ટીસ માટે ખેતરમાં જવાનું કહીને નિકળી હતી. જો કે, ત્યાર બાદથી તે લાતપા બનતા પરિવારે આસપાસ તથા પરિચીતોમાં...
vadodara   પોલીસ ભરતીની પ્રેક્ટીસ કરવાનું કહી ઘરેથી નિકળેલી યુવતિ લાપતા
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા ભાદરવા પોલીસ મથક (BHADARVA POLICE STATION) ની હદમાં રહેતા પરિવારની દિકરી ઘરેથી પોલીસ ભરતીની પ્રેક્ટીસ માટે ખેતરમાં જવાનું કહીને નિકળી હતી. જો કે, ત્યાર બાદથી તે લાતપા બનતા પરિવારે આસપાસ તથા પરિચીતોમાં તેની ભાળ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. જે તમામ નિષ્ફળ રહેતા આખરે પોલીસ મથકમાં જાણવાજોગ મીસિંગ પર્સનની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે પરિવારની લાપતા દિકરીને શોધવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

5, ઓક્ટોબરના રોજ સવારની ઘટના

વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીમાં ભીખાભાઇ અંબાલાલ ભોઇ (ઉં. 25) રહે છે. તેઓ ખેતીકામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. તેમને સંતાનોમાં દિવ્યા (ઉં.19) નામની દિકરી છે. તાજેતરમાં 5, ઓક્ટોબરના દિવસે સવારના સમયે તે પોઇચા, સાવલી સ્થિત નિવાસ સ્થાનેથી સવારના સમયે જાણ કરીને નિકળી હતી. તેણે તે સમયે જણાવ્યું હતું કે, તે ઘરેથી પોલીસ ફરતીની પ્રેક્ટીસ કરવા માટે ખેતરમાં જઇ રહ્યા છે. જો કે, ત્યાર બાદથી તે લાપતા છે.

Advertisement

આસપાસ અને પરિચીતોમાં પુછપરછ હાથ ધરી

ઘણો સમય વિત્યા બાદ પણ દિકરી પરત નહીં આવતા પરિજનોએ તેની ભાળ મેળવવા માટે આસપાસ અને પરિચીતોમાં પુછપરછ હાથ ધરી હતી. જો કે, તેમાં પણ કોઇ પત્તો લાગ્યો ન્હતો. આખરે આ મામલે પરિવારે ભાદરવા પોલીસ મથકમાં જાણવા જોગ મીસિંગ પર્સનની ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે દિકરીને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે. આ મામલે હાલ ભાદરવા પોલીસ મથકની આઉટ પોસ્ટ દોડકાના હેડ કોન્સ્ટેબલ સંદીપસિંહ ભૂપેન્દ્રસિંહ તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : ઉભા રહેવાના હોશ ન્હતા, તે યુવાને BMW હંકારી અકસ્માત સર્જ્યો

Tags :
Advertisement

.

×