Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગોરવા મધુનગર બ્રિજ પર યુવકનું પટકાતા મોત

VADODARA : બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો કે પછી કોઇ અન્ય વાહન દ્વારા બાઇકને ટક્કર મારીને અકસ્માત સર્જાયો તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે
vadodara   ગોરવા મધુનગર બ્રિજ પર યુવકનું પટકાતા મોત
Advertisement

VADODARA : આજે સવારે વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા મધુ નગર બ્રિજ પર પટકાતા યુવતનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. યુવક અભ્યાસ અર્થે આજવા રોડ વિસ્તારમાં જઇ રહ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઘટનાને પગલે લોકો અને પોલીસ દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગોરવા પોલીસ મથક દ્વારા આ મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. (GORWA - MADHUNAGAR OVER BRIDGE BIKE ACCIDENT - YOUNG BOY LOST LIFE - VADODARA)

લોહીનો રેલો 5 - 7 ફૂટ દુર સુધી ગયો

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ પર આજે સવારે મિહિર સોલંકી નામનો યુવક બાઇક પર પસાર થઇ રહ્યો હતો. દરમિયાન કોઇક કારણોસર તે રોડ પર પટકાયો હતો. રોડ પર પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેણે સ્થળ પર જ અંતિમ શ્વાસ લીધા હતા. યુવકના શરીરમાંથી નીકળેલો લોહીનો રેલો 5 - 7 ફૂટ દુર સુધી ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. સાથે સાથે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા.

Advertisement

પોલીસે તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ શરૂ કરી

આ ઘટનામાં બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો કે પછી કોઇ અન્ય વાહન દ્વારા બાઇકને ટક્કર મારીને અકસ્માત સર્જાયો તેવા અનેક સવાલો લોકોનામાં મનમાં ઉઠી રહ્યા છે. ગોરવા પોલીસે તમામ પાસાઓને ધ્યાને રાખીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસે સ્થિતી સંભાળીને હળવો ટ્રાફિક જામ દુર કર્યો હતો. આ મામલે પોલીસ તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : રાત્રે ઘરે જતા વેપારી લૂંટાયા, ઝાડીમાંથી આવેલા શખ્સો તુટી પડ્યા

Tags :
Advertisement

.

×