VADODARA : શાકભાજી વિક્રેતાના પુત્ર પર બોથડ પદાર્થ વડે હુમલો
VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા પંચવટી કેનાલ પાસે યુવક પર બોથડ પદાર્થ વડે હુમલાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. યુવક તેના ઘરેથી મિત્રો સાથે જવા નીકળ્યો હતો. ત્યાર બાદ તેનો ફોન બંધ આવતા પરિવારે શોધખોળ ચાલુ કરી હતી. અંતે યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. આખરે આ મામલે જવાહરનગર પોલીસ મથકમાં ચાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઇમ સીન પરથી વૈજ્ઞાનિક ઢબે પુરાવાઓ એકત્ર કરવા માટે એફએસએલની ટીમો દ્વારા પણ સ્થળ તપાસ કરવામાં આવી છે.
ત્રણ વાગ્યે કેટલાક ઇસમો ઝઘડો કરતા હતા
જવાહરનગર પોલીસ મખકમાં સુનીલગીરી લાલબાગગીરી ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે શાકભાજીનો ધંધો કરીને જીવનગુજારે છે. પત્નિ ધરકામ કરે છે, અને પુત્ર કિશનગીરી શાકભાજીના ધંધામાં મદદ કરે છે. 13, જાન્યુઆરીના રોત ત્રણ વાગ્યે પુત્ર કિશનગીરી ઘરેથી જમવાનું ટીફીન લઇને આવ્યો હતો. તે સમયે બંને શાકભાજીના વેચાણ સ્થળે હાજર હતા. દરમિયાન ત્રણ વાગ્યે કેટલાક ઇસમો ઝઘડો કરતા હતા. તેને છોડાવવા માટે કિશનગીરી ગયો હતો. તેમને છોડાવ્યા બાદ જાણ થઇ કે, મંગળ યાદવ અને ગોવિંદનો છોકરો અર્જુનની અન્ય જોડે મારામારી થઇ હતી. પુત્ર કિશનગીરી પાંચ વાગ્યા સુધી તેમની જોડે હતો. બાદમાં તે જતો રહ્યો હતો.
કિશનગીરીને માથાના પાછળ તથા કપાળના ભાગે ઘા વાગ્યા
રાત્રે 8 વાગ્યે તેઓ ઘરે પહોંચ્યા હતા. ત્યારે માતાએ કિશનને 10 વાગ્યા સુધી ફોન કર્યા હતા. પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. ત્યાર બાદ સંબંધીનો રાત્રે 10 - 30 ના આરસામાં ફોન આવ્યો અને જણાવ્યું કે, કિશનગીરીને માથામાં માર વાગ્યો હોવાથી તેને એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. બાદમાં બંને ત્યાં પહોંચ્યા હતા. હોસ્પિટલે જઇને જોતા તાત્કાલિક સારવાર વિભાગમાં પુત્ર કિશનગીરીને માથાના પાછળ તથા કપાળના ભાગે ઘા વાગ્યા હોવાનું જણાતું હતું.
ચાર સામે ફરિયાદ
કિશનગીરીને ગોરવા પંચવટી કેનાલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં બાવળ પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તે દિનેશગીરી, અર્જૂનગીરી, મંગલરામ અવતાર યાદવ અને તુલસી ગુપ્તા સાથે ગયો હતો. ત્યાર બાદથી તે મળી આવ્યો ન્હતો. ચારેય દ્વારા ભેગા મળીને પુત્રને માથામાં બોથડ પદાર્થ મારીને ઇજાઓ પહોંચાડી તેના જાનથી મારી નાંખવાની કોશિશ કરી હતી. જેથી દિનેશગીરી રમાકાંત ગીરી, અર્જુનગીરી ગોવિંદગીરી, મંગલરામ અવતાર યાદવ, રાહુલ તુલસી ગુપ્તા (તમામ રહે. ઇંદિરા નગર, ઉંડેરા, ગોરવા, વડોદરા) સામે જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -- Gujarat: સમગ્ર રાજ્યમાં 3 હજાર 707 ઈમરજન્સીના કેસ નોંધાયા


