Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભાડું નહીં ચૂવકતા પાલિકાએ શાકમાર્કેટના ઓટલા સીલ માર્યા

VADODARA : શાકભાજી વેચતા 100 થી વધુ વેપારીઓ ઓટલાની વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે. જેની સામે તેમણે પાલિકાને ભાડું ચુકવવાનું હોય છે
vadodara   ભાડું નહીં ચૂવકતા પાલિકાએ શાકમાર્કેટના ઓટલા સીલ માર્યા
Advertisement
  • વડોદરા પાલિકાની ટીમની આકરી કાર્યવાહી
  • ભાડું ચૂકવવામાં નિષ્ફળ શાક વેપારીઓના ઓટલા સીલ
  • રૂ. 3 લાખનું ભાડું ચૂકવવા માટે અગાઉ નોટીસો ફટકારાઇ હતી

VADODARA : વડોદરા (VADODARA) શહેરના ગોરવા શાક માર્કેટમાં (VEGETABLE MARKET - GORWA) ઓટલા ધારકો દ્વારા રૂ. 3 લાખથી વધુનું ભાડુ ભરપાઇ કરવામાં આવ્યું નથી. જેથી વડોદરા પાલિકાની ટીમ દ્વારા ઓટલા સીલ મારી દીધા છે. પાલિકાની ટીમે 7 ઓટલાની ફરતે પતરાં મારીને સીલ કરી દીધા છે. બીજી તરફ આ ભાડું વધારે હોવાથી વેપારીઓના મનમાં લાંબા સમયથી ભારે કચવાટ છે. હવે આ મામલે કોઇ વચગાળાનો રસ્તો નીકળે છે કે નહીં તેના પર સૌ કોઇની નજર રહેશે.

ચાર પૈકી બે ઝોનમાં શાક માર્કેટ બનાવાયું છે

વડોદરા પાલિકા દ્વારા શહેરના ચાર ઝોનમાં શાકભાજી માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાણીગેટ અને ત્યાર બાદ ગોરવામાં શાક માર્કેટ બનાવી દેવામાં આવ્યું છે. શાક માર્કેટમાં શાકભાજી વેચતા 100 થી વધુ વેપારીઓ ઓટલાની વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે. જેની સામે તેમણે પાલિકાને ભાડું ચુકવવાનું હોય છે. ગોરવા શાક માર્કેટના વેપારીઓનું રૂ. 3 લાખથી વધુનું ઓટલાનું ભાડું ચુકવવાનું બાકી નીકળે છે.

Advertisement

રૂ. 50 હજારથી લઇને રૂ. 1 લાખ સુધીનું ભાડું પાલિકાને ચૂકવવાનું હોય

આ ભાડાની વસુલાત માટે પાલિકા દ્વારા અગાઉ વેપારીઓને નોટીસ પાઠવવામાં આવી હતી. પરંતુ તે બાદ પણ વેપારીઓના પેટનું પાણી હાલ્યું ન્હતું. આખરે પાલિકાની ટીમો દ્વારા તાજેતરમાં ઓટલા ફરતે પતરા બાંધી દઇને તેને સીલ કરી દેવામાં આવ્યા છે. જેને પગલે કરચોર વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. વેપારીઓએ રૂ. 50 હજારથી લઇને રૂ. 1 લાખ સુધીનું ભાડું પાલિકાને ચૂકવવાનું હોય છે. અગાઉ પણ ચૂકવણીમાં નિષ્ફળ રહેતા પાલિકાની ટીમે 25 જેટલા ઓટલા સીલ કરી દીધા હતા.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : નેતાઓ-અધિકારીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ માટે પાલિકા 10 વર્ષ જુની ભૂલ સુધારશે

Tags :
Advertisement

.

×