VADODARA : બિલ્ડરે બેંક લોન નહીં ભરતા મકાન-દુકાન ધારકો પર તવાઇ
VADODARA : વડોદરાના ગોત્રી વિસ્તારમાં કિશન એમ્બ્રોસિયા નામની દુકાન અને મકાનોની સાઇટ આવેલી છે (KISHAN AMBROSIA SITE FACE BANK RECOVERY PROCESS - VADODARA). અહિંયા કોરિયા બિલ્ડર્સ દ્વારા બેંક ઓફ બરોડા પાસેથી પ્રોજેક્ટ લોન મેળવીને તેને ભરપાઇ નહીં કરતા આજે બેંક કર્મીઓ પોલીસનો બંદોબસ્ત સાથે રાખીને દુકાન-મકાન સીલ કરવા પહોંચ્યા હતા. (BUILDER FAIL TO REPAY PROJECT LOAN - VADODARA) જેની સામે સ્થાનિકોએ એકત્ર થઇને અવાજ ઉઠાવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, તેમણે પોતાના ઘર-દુકાન માટેની લીધેલી લોનના હપ્તા તેઓ ભરપાઇ કરી રહ્યા છે. તેમની મહેનતની મૂડીથી ખરીદેલું ઘર બેંક કેવી રીતે સીલ કરી શકે ? (PEOPLE OPPOSE PROPERTY SEALING PROCESS BY BANK - VADODARA)
રહીશો માટે હંમેશા કોર્ટમાં જવાનો રસ્તો ખુલ્લો છે
સમગ્ર મામલે બેંક કર્મીએ મીડિયાને જણાવ્યું કે, નામદાર કોર્ટના ઓર્ડર મુજબ આ સંપત્તિને અરજદાર બેંકને સોંપવાનો ઓર્ડર થયેલો છે. તેની સામે કોઇ એપેલેટ ઓથોરીટી દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો નથી. જેથી અમે કાર્યવાહી કરવા માટે આવ્યા છીએ. આ ગોત્રી વિસ્તારની સાઇટ છે, અમારે મિલકતને ટાંચમાં લઇને તેને સીલ કરીને તેની ચાવી બેંકને સોંપવાની હોય છે. રહીશો માટે હંમેશા કોર્ટમાં જવાનો રસ્તો ખુલ્લો છે. એપેલેટ કોર્ટે સ્ટે આપ્યો નથી., એટલા માટે જ નીચલી અદાલતના ઓર્ડર મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેટલો આ રહીશો સહકાર આપશે, તેટલી જલ્દી કાર્યવાહી પૂર્ણ થઇ જશે.
બેંક ઓફ બરોડાના કર્મીએ કોર્ટનો ઓર્ડર લઇને આવ્યા
સ્થાનિકોએ જણાવ્યું કે, આ ગોત્રી વિસ્તારની કિશન એમ્બ્રોસિયા સાઇટનું છે. અહીંયા રહીશોએ 163 મકાન બુક કરાવ્યા છે. આ બિલ્ડર વિરૂદ્ધ 8 મહિના પહેલા ફરિયાદ થઇ છે. આ મામલે રેરામાંથી સ્ટે મળેલો છે. આ સાઇટનો બિલ્ડર ભીખુભાઇ કોળિયા છે. આજે બેંક ઓફ બરોડાના કર્મીએ કોર્ટનો ઓર્ડર લઇને આવ્યા છે. રવિવારના દિવસે તેઓ આવ્યા છે. અહિંયા રહેતા અનેક લોકોએ 100 ટકા પેેમેન્ટ કરીને દસ્તાવેજ કરાવી લીધા છે. અન્ય 40 લોકોની અરજી પેન્ડીંગ છે. છતાં તેઓ સાઇટ કબ્જે કરવા માટે આવ્યા છે. અમે એકત્ર થયા છીએ. અને વિરોધ કરી રહ્યા છે.
એક વર્ષથી બિલ્ડરે સાઇટ પર કામ બંધ કરી દીધું
અન્ય સ્થાનિકે જણાવ્યું કે, બેંક ઓફ બરોડાએ બિલ્ડરને પ્રોજેક્ટ લોન આપી હતી. અહિંયાના રહીશોએ પોતપોતાની બેંકમાંથી લોન લીધી છે, અને તેના હપ્તા નિયમીત રીતે ભરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી બિલ્ડરે સાઇટ પર કામ બંધ કરી દીધું છે. રહીશો માનસિક ત્રાસમાંથી ગુજરી રહ્યા છે. બેંક દ્વારા જે પૈસા આપ્યા હતા, તે કામને જોઇને આપ્યા હશે, તે સંબંધિત કોઇ પુરાવા રજુ કર્યા નથી. અમારા હપ્તાના પૈસા બિલ્ડરને પહોંચી રહ્યા છે. બેંકે પોતે બિલ્ડરને આપેલી લોનના પૈસા રીકવર કર્યા નથી. તેમણે ખોટી રીતે બિલ્ડરને પૈસા આપ્યા, હવે લોકોની જીવન પૂંજીથી ખરીદેલી પ્રોપર્ટી સીલ કરી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : ચોર અને જ્વેલર્સનું ગજબ કનેક્શન, લાખોના ઘરેણા જપ્ત


