VADODARA : ગોત્રીમાં તસ્કરોના આંટાફેરા CCTV માં દેખાતા લોકો ભયભીત
VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં આવેલા વિલામાં તસ્કરોની હાજરી સીસીટીવી (LIVE CCTV) માં જણાતા સ્થાનિકો ભયભીત થઇ રહ્યા છે. અગાઉ પણ આ જ વિલામાં ચોરીની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં તસ્કરો આંટા ફેરા મારી રહ્યા હોવાનું ફરી સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે, ચોરીની વધુ એક ઘટના બને તે પહેલા તસ્કરોની સમસ્યાનો પોલીસ અંત લાવી આપે.
અર્થ સોમનાથ વિલામાં તસ્કરોની હાજરી સીસીટીવીમાં જોવા મળી
વડોદરાના અનેક વિસ્તારોમાં તસ્કરોના આંટાફેરા સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે. આવી ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ રાત્રી પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં તસ્કરો પર લગામ કસવામાં કોઇ ખાસ સફળતા મળી શકી નથી. ત્યારે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અર્થ સોમનાથ વિલામાં તસ્કરોની હાજરી સીસીટીવીમાં જોવા મળી હતી. જેને પગલે સ્થાનિકો ભયભીત થયા છે. આ જ વિલામાં અગાઉ પણ હાથફેરો થયા બાદથી ફરી હવે તસ્કરો સક્રિય થતા સ્થાનિકો પોલીસ પાસેથી મદદની આશ લગાડી રહ્યા છે.
પેટ્રોલીંગ કરવામાં આવતું હોય તો ચોરો પકડાતા કેમ નથી
સ્થાનિકએ મીડિયાને જણાવ્યું કે, અમારી સોસાયટીમાં બે મહિના પહેલા ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં સીસીટીવી ફૂટેજમાં ચોરો જોવા મળ્યા હતા. તાજેતરમાં ફરી ચોરોની હાજરીને સીસીટીવીમાં જોવા મળી છે. પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવતું હોય તો ચોરો પકડાતા કેમ નથી, તે સવાલ છે. પોલીસ પેટ્રોલીંગ કરે અને ચોરોની સમસ્યાનો અંત લાવે તેવી અમારી માંગ છે.
આ પણ વાંચો -- VADODARA : વાડી પોલીસ સ્ટેશનના રેકોર્ડ રૂમમાંથી ધૂમાડા નીકળતા દોડધામ


