Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 93 સરકારી કર્મચારીઓ દંડાયા

VADODARA : પહેલા દિવસે શહેરના નર્મદા ભવન, પોલીસ ભવન, કુબેર ભવન, પોલીસ હેડ ક્વાટર્સ, સહિતની જગ્યાએ પોલીસની ટીમો ચેકીંગમાં ઉભી હતી
vadodara   હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 93 સરકારી કર્મચારીઓ દંડાયા
Advertisement

VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂદ્ધ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે (HELMET DRIVE IN GOVT OFFICE - VADODARA). આ ડ્રાઇવના પ્રથમ દિવસે વિવિધ કચેરીઓમાં કામ કરતા 93 અધિકારીઓ - કર્મચારીઓ દંડાયા હતા. સરકારી અધિકારીઓને હેલ્મેટના નિયમનું પાલન કરીને અન્ય માટે રોલ મોડેલ બનવાની તાકીદ રાજ્યના ડીજીપી દ્વારા કરવામાં આવી છે. જે બાદ આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ડ્રાઇવ આવનાર સમયમાં પણ ચાલુ રહેનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

32 ટકા કિસ્સામાં હેલ્મેટ નહીં પહેરવાના કારણે મોત નીપજ્યું

વર્ષ 2024 માં રોડ એક્સીડન્ટમાં આશરે 1.70 લાખ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 4.5 લાખ લોકોને ગંભીર ઇજા અથવા અપંગતા આવી ગઇ હતી. એક સર્વે અનુસાર ઉપરોક્ત પૈકી 32 ટકા કિસ્સામાં હેલ્મેટ નહીં પહેરવાના કારણે મોત નીપજ્યું હતું, જે ચિંતાજનક આંક છે. ગુજરાતમાં રોડ સેફ્ટીના નિયમોની અસરકારક અમલવારી કરાવવા માટે 11, ફેબ્રુઆરીથી વડોદરા સહિત રાજ્યભરની તમામ વિવિધ સરકારી કચેરીઓના પ્રવેશ દ્વારા પાસે હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

Advertisement

પોલીસની વિવિધ ટીમો ચેકીંગમાં ઉભી હતી

આ ડ્રાઇવના પહેલા દિવસે શહેરના નર્મદા ભવન, પોલીસ ભવન, કુબેર ભવન, પોલીસ હેડ ક્વાટર્સ, સંગમ વોર્ડ ઓફિસ, ફતેગંજ પોસ્ટ ઓફિસ, મામલતદાર કચેરી, રેવા પાર્ક વોર્ડ ઓફિસ ખાતે પોલીસની વિવિધ ટીમો ચેકીંગમાં ઉભી હતી. જેમાં હેલ્મેટ વગરના સરકારી કર્માચરીઓ વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે 93 કર્મીઓ દંડાયા હતા.

Advertisement

સરકારી કર્મચારી પર કાર્યવાહીને પગલે આશ્ચર્ય વ્યાપ્યું

પોલીસ દ્વારા સરકારી કર્મચારી પર કરવામાં આવેલી કાર્યવાહીને પગલે કચેરીઓમાં આશ્ચર્ય વ્યાપ્યું હતું. સામાન્ય સંજોગોમાં આવું થતું નથી. જો કે, મોટા ભાગના કર્મચારીઓ આ નિયમની સરકારી કચેરીઓમાં અસરકારક અમલવારી અંગે અજાણ હોવાનું કારણ મીડિયા સમક્ષ જણાવતા હતા.

આ પણ વાંચો --- Anand : બોરીયાવી નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપે પ્રતિષ્ઠા દાવ પર લગાવી!

Tags :
Advertisement

.

×