Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હનુરામ ફૂડ્સની ફરાળી પેટીસમાંથી વાયરનો ટુકડો નીકળ્યો

VADODARA : ઘટનાના વીડિયોમાં પ્લેટમાં ફરાળી પેટીસ અને અન્ય પ્લેટમાં વાયરનો ટુકડો જોઇ શકાય છે. દરમિયાન હનુરામનું કાઉન્ટર પણ નજરે પડી રહ્યું છે.
vadodara   હનુરામ ફૂડ્સની ફરાળી પેટીસમાંથી વાયરનો ટુકડો નીકળ્યો
Advertisement

VADODARA : વડોદરામાં જાણીતી સ્વીટ્સ શોપ હનુરામ ફૂડ્સ (HAHURAM FOOD - VADODARA) ની ફરાળી પેટીસમાંથી વાયર નીકળતા ગ્રાહક રોષે ભરાયા છે. હનુરામ ફૂડ્સના ચકલી સર્કલ સ્થિત આઉટ લેટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યો છે. આ વાયર ભૂલથી ગ્રાહકના પેટમાં જતો રહ્યો હોત તો મોટી મુશ્કેલી સર્જાઇ હોત. (HANURAM FOODS PATTICE FOUND METAL WIRE - VADODARA) આ મામલો સપાટી પર આવ્યા બાદ હવે પાલિકા તંત્ર આગળ શું પગલાં લે છે તે જોવું રહ્યું.

Advertisement

મોંઢામાં વાયરનો ટુકડો આવ્યો

વડોદરામાં મીઠઇ-ફરસાણ શોપ અને રેસ્ટોરેન્ટ સંચાલકો દ્વારા ગ્રાહકના સ્વાસ્થ્ય જોડે ચેડાં કરવાનો સિલસિલો ચાલુ છે. પાલિકા દ્વારા આવા કિસ્સાઓમાં કોઇ નક્કર કાર્યવાહીના અભાવે આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. વડોદરાની જાણીતી હનુરામ ફૂડ્સ તહેવારો ટાણે મીઠાઇ વેચવામાં અવ્વલ છે. તેના ચકલી સર્કલ સ્થિત આઉટલેટમાં ગ્રાહકે ફરાળી પેટીસનો ઓર્ડર કર્યો હતો. આ પેટીસ ખાતી વખતે ગ્રાહકના મોંઢામાં વાયરનો ટુકડો આવ્યો હતો.

Advertisement

હનુરામનું કાઉન્ટર પણ નજરે પડી રહ્યું છે

જે જોતા જ ગ્રાહક રોષે ભરાયા હતા. અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં લોકજાગૃતિ અર્થે મુક્યો હતો. આ વીડિયોમાં પ્લેટમાં ફરાળી પેટીસ અને અન્ય પ્લેટમાં વાયરનો ટુકડો જોઇ શકાય છે. દરમિયાન હનુરામનું કાઉન્ટર પણ નજરે પડી રહ્યું છે. જેમાં મહિલા ગ્રાહક પોતાનો કડવો અનુભવ શેર કરી રહી છે.

નહીં તો આ સિલસિલો અટકાવવો મુશ્કેલ છે

આ વીડિયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા પાલિકાનું તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આ પ્રકારના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે, પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે આ સિલસિલો ચાલતો જ રહે છે. લોકોનું કહેવું છે કે, આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તેવા કડક પગલાં પાલિકાના તંત્રએ લેવા જોઇએ. નહીં તો આ સિલસિલો અટકાવવો મુશ્કેલ છે. અને બિંદાસ્ત લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા રહેશે.

આ પણ વાંચો --- VADODARA : પ્રજાના પૈસે કોર્પોરેટરો સિક્કીમના પ્રવાસે જશે

Tags :
Advertisement

.

×