VADODARA : હરણી બોટકાંડના પીડિત પરિવારો માટે કોંગ્રેસની 'ન્યાય યાત્રા'
VADODARA : વડોદરા (VADODARA) માં 14 લોકોને ભરખી જનાર હરણી બોટકાંડની (HARNI BOAT ACCIDENT - VADODARA) ગોઝારી ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ (HARNI BOAT ACCIDENT, 1 YEAR COMPLETED - VADODARA) થયું છે. આજે પણ મૃતકના પરિજનો ન્યાયની આશા કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ત્યારે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હરણી લેકઝોનથી લઇને પાલિકાની કચેરી સુધીના રૂટ પર વડોદરા ન્યાય યાત્રા (VADODARA CONGRESS NYAY YATRA) નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોષી, વડોદરા પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ, કોંગી કાર્યકરો અને મોટી સંખ્યામાં પીડિત પરિવારો તથા શહેરીજનો જોડાયા છે.
તંત્રને શરમ નથી આવતી ?
આ અંગે રૂત્વિજ જોષીએ મીડિયાને જણાવ્યું કે, 18, જાન્યુઆરી 2024 માં હરણીમાં 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. આજે તે ઘટનાને એક વર્ષ વિતી ગયું છે. છતાં આ પરિવારોને ન્યાય નથી મળ્યો. જે લોકોએ જેલમાં જવાનું હતું, તેઓ આજે ખુલ્લે આમ ફરી રહ્યા છે. આ મામલે પાલિકાના રીટાયર્ડ ઇજનેરને માત્ર રૂ. 5 હજારના પેન્શન કાપની સજા અપાઇ છે, તંત્રને શરમ નથી આવતી ?, આંખોથી જોઇ શકાય તેવા પુરાવા છે, છતાં તેમના પેટનું પાણી હાલતું નથી. બાળકોને સવારે શાળાએ મુક્યા, અને સાંજે તેમનો મૃતદેહ મળ્યો. આજે માતા-પિતા ન્યાય માટે ધક્કા ખાઇ રહ્યા છે. અમે હરણી તળાવથી પદપાળા વડોદરા ન્યાય યાત્રા કરી રહ્યા છે. તમામ લોકો ચાલતા પાલિકાની કચેરીએ જશે. અમે આ મામલે છેક સુધી લડત આપીશું.
શાળાના સંચાલકો મોટા ગુનેગાર છે
પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ મીડિયાને જણાવ્યું કે, ઘટના સમયે મોટી મોટી વાતો કરવામાં આવી હતી. આજે આરોપીઓ જામીન પર છુટી ગયા છે. આ બાળકોની હત્યા થઇ છે. આ કોન્ટ્રાક્ટને શરૂઆતથી ભ્રષ્ટાચારીઓ મળેલા છે. વડોદરાની જનતા નરીઆંખે જોઇ રહી છે. બધા મળેલા છે, એટલા માટે આ થઇ રહ્યું છે. બધા ગુનેગારોને સજા થવી જોઇએ. મૃતકોના માતા-પિતાને પુછો તેમના પર શું વિતી રહ્યું છે. કોર્ટ ન્યાય આપશે, તેવી આશાએ લોકો ત્યાં ગયા છે. ગુનેગારોને સજા થવી જોઇએ, મૃતકોના પરિવારને ન્યાય મળવો જોઇએ. અમે શ્રદ્ધાંજલિ આપવા માટેઆ ન્યાય યાત્રા કરી છે. શાળાના સંચાલકો મોટા ગુનેગાર છે. તેમનું નામ પોલીસ ફરિયાદમાં હોવું જ જોઇએ. તેઓ મળેલા છે, જેથી તેમનું નામ ફરિયાદમાં આવ્યું નથી.
આ પણ વાંચો --- VADODARA : આજે 14 પરિવારો વિખેરાયા હતા, હરણી બોટકાંડને 1 વર્ષ પૂર્ણ


