VADODARA : બોટકાંડની તપાસમાં બનાવટી દસ્તાવેજો રજુ કરનાર સામે FIRની માંગ
VADODARA : હરણી બોટકાંડમાં (HARNI BOAT ACCIDENT - VADODARA) ની ચકચારી ઘટનામાં મૃતક બે શિક્ષિકા અને બાર બાળકોને વળતર આપવાના મુદ્દે બાલ વડોદરા નાયબ કલેક્ટર સમક્ષ સુનવણી ચાલી રહી છે. દરમિયાન શાળા સંચાલકો તરફથી રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો બનાવટી હોવાની શંકા જતાં આ મામલે અરજી સ્વરૂપે લેખિતમાં પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. પીડિત પક્ષના વકીલ હિતેશ ગુપ્તા દ્વારા મૃતકોના પરિવારના સભ્યોને સાથે રાખી આ મામલે રાવપુરા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હતી. જે અંગે પોલીસ ઇન્સ્પેકટરે ફરિયાદની ચકાસણી કર્યા બાદ સત્યતા જણાશે તો ગુનો દાખલ કરવાની હૈયાધારણા આપી હતી.
પગાર પત્રક પર રેવન્યુ સ્ટેમ્પ લગાવીને પગાર ચુકવવામાં આવતો
વકીલ હિતેશ ગુપ્તાએ મીડિયાને જણાવ્યુ કે, હરણી બોટકાંડના મામલે નાયબ કલેક્ટરની સમક્ષ તપાસ ચાલી રહી છે, તેમાં શાળા સંચાલકો તરફથી છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલના પગારના પુરાવા મંગાવ્યા હતા, જેમાં પગાર પત્રક પર રેવન્યુ સ્ટેમ્પ લગાવીને પગાર ચુકવવામાં આવતો હતો. જે દસ્તાવેજ રજૂ થયા બંન્ને શિક્ષિકાઓના નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૨૩માં બનાવટી અને ખોટી સહી હોવાનું જણાતુ હતુ. ઓછુ વળતર મળી રહે તેવી રીતે શાળાએ પોતાનો આર્થિક ઇરાદામાં બચાવવા માટે ખોટો દસ્તાવેજ બનાવીને રજૂ કરવામાં આવ્યા હતા.
અસલ સહી સાથેના દસ્તાવેજો અમે રજૂ કર્યા
વધુમાં જણાવ્યું કે, નાયબ કલેક્ટર સમક્ષ આ દસ્તાવેજ રજૂ થતાં ફરિયાદી જીગર હિતેન્દ્રભાઇ સુરતી દ્વારા રાવપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપી છે. અને તાત્કાલીક તપાસ કરવામાંની માંગ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી ઋષી વાડીયા, તથા મયુરીબેન બી. વ્યાસ, પંકજકુમાર એમ. ઠક્કર, સુનિતાબેન સી. રાખુડે, શહેનાજબાનું એમ. બેલી. અને દિવ્યાબેન છાણાની સામે ફરિયાદ કરી છે. જ્યુરીસડીક્શનનો મુદ્દો આવે છે, જરૂરી તપાસ કરીને ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. લેખીત ફરિયાદ સ્વીકારી છે. અસલ સહી સાથેના દસ્તાવેજો અમે રજૂ કર્યા છે, બાકી જે દસ્તાવેજો સાથે ચેડા કરવામાં આવ્યા છે તે દસ્તાવેજો પોલીસે કબ્જે કરવાના રહેશે.
આ પણ વાંચો --- Gujarat: શું તમને યાદ છે 26 જાન્યુઆરી 2001, સમય હતો સવારે 08 વાગીને 46 મિનિટ! વાંચો હ્રદય કંપાવતો અહેવાલ


