VADODARA : ન્યુ સનરાઇઝ સ્કુલ સામે પગલાં લો, બોટકાંડમાં મૃતકના પરિજનોની માંગ
VADODARA : વડોદરા (VADODARA) માં સર્જાયેલા હરણી બોટકાંડને (HARNI BOAT ACCIDENT - VADODARA) આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે બોટકાંડમાં મૃત્યુ પામેલા વાઘોડિયાની ન્યુ સનરાઇઝ સ્કુલના બાળકો અને શિક્ષકોના પરિજનો એકત્ર થઇને ભાજપના કોર્પોરેટર આશિષ જોષી (BJP CORPORATOR ASHISH JOSHI - VADODARA) ની આગેવાનીમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળ્યા હતા. અને શાળા સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સાથે જ અન્ય વિવિધ મુદ્દે તેમના પ્રશ્નો મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મુક્યા હતા.
નામદાર કોર્ટે જામીન આપ્યા છે
વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મીડિયાને જણાવ્યું કે, ગત વર્ષે 18, જાન્યુઆરી - 2024 ના રોડ હરણી બોટ અકસ્માતની દુખદ ઘટના સર્જાઇ હતો. તેમાં 12 બાળકો અને 2 શિક્ષકો મૃત્યુ થયા હતા. આ મામલે (મૃતકના પરિજનો) તેઓ અહિંયા આવ્યા છે, અને વિવિધ પ્રકારની રજુઆતો કરી છે. ઘટનાને એક વર્ષ થયું છે, ખાસ કરીને તે લોકો પર ફરિયાદ થઇ, છુટ્ટા ફરી રહ્યા છે, અધિકારીઓ પર તપાસ કરી, શાળા પર તપાસ, શાળા દ્વારા ઉપયોગમાં લેવાતા ગ્રાઉન્ડના ભાડાની વાત તથા વળતરની વાત કરી છે. હરણી દુર્ઘટનામાં અધિકારી-કર્મચારીઓ સામે એક્શનની વાત છે. જેમાં જે લોકો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો, અને ચલાવતા હતા તેમની સામે ફરિયાદ કરી છે. નામદાર કોર્ટે જામીન આપ્યા છે. જે કાર્યવાહી કરવાની હોય, તે તુરંત 24 કલાકમાં જ કરી દેવાઇ હતી.
એક્ઝીક્યૂટીવ એન્જિનીયરની ડીગ્રેડ કરવામાં આવ્યા છે
વધુમાં જણાવ્યું કે, તે સમયે રાજેશ ચૌહાણ ફ્યુચરીસ્ટીક સેલના એક્ઝીક્યૂટીવ એન્જિનીયર હતા. આખી રેકોર્ડની કસ્ટડી તેમના પાસે હતી. જેથી તેમણે ફરિયાદ દાખલ કરી હતી. અમે 9 લોકો સામે પગલાં ભર્યા છે, કેટલાકને સસ્પેન્ડ કર્યા છે, કેટલાકને ટર્મીનેટ કરવામાં આવ્યા છે. રાજેશ ચૌહાણે ઓડીટ કર્યું હતું. રૂ. 5 હજારનો દંડ આજીવન પેન્શન કાપ છે. એક્ઝીક્યૂટીવ એન્જિનીયરની ડીગ્રેડ કરવામાં આવ્યા છે. જીગ્નેશ શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમની સામેની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે. નાનામાં નાની ચૂંક સામે કાર્યવાહી કરાઇ છે.
શાળાની બિલ્ડીંગ અને ગ્રાઉન્ડ અંગેનો વિષય નવો આવ્યો છે
શાળા સામે પગલાં ભરવા માટે જે તે સમયે ડીઇઓને કહ્યું હતું. તેમણે શાળા સામે પગલાં ભરવાના થતા હોય છે. હાલમાં હાઇકોર્ટના માર્ગદર્શન અનુસાર વળતરની સુુનવણી ચાલી રહી છે. નિયમ પ્રમાણે જે પગલાં ભરવાના હોય છે. શાળા સાથે ભાડા વસુલાતમાં અમે ચોક્કસથી કરીશું. વર્ષ 15 - 16 નો રેકોર્ડ જરૂર પડ્યે ત્યાં આપ્યો છે. તેના આધારે જ્યાં પગલાં ભરવાના હોય તે થઇ રહ્યું છે. શાળાની બિલ્ડીંગ અને ગ્રાઉન્ડ અંગેનો વિષય નવો આવ્યો છે. તેની જરૂરથી તપાસ કરવામાં આવશે.
બાળકોના જીવનું કોઇ મૂલ્ય નથી
ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ જણાવ્યું કે, આજે હરણી બોટકાંડના મૃતકોના પરિવારો મ્યુનિસિપલ કમિશનરને મળ્યા છીએ. તેમણે તેમની વાત મુકી છે. આ સાથે જ અધિકારીઓ અને શાળા સામે શું પગલાં લેવા જોઇએ તેવી જાણ કરી છે. શાળાને બાળકો સોંપવામાં આવ્યા હતા. અને શાળા પર પણ એક્શન લેવી જોઇએ તેવી માંગ કરવામાં આવી છે. કમિશનર શાળા સંચાલકો પાસેથી ભાડુ વસુલવાની કાર્યવાહી કરનાર છે, તેમ જણાવ્યું છે. બાળકોના જીવનું કોઇ મૂલ્ય નથી. પરિવારો પૈસા નહીં પરંતુ ન્યાયની માંગણી કરી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : આજે 14 પરિવારો વિખેરાયા હતા, હરણી બોટકાંડને 1 વર્ષ પૂર્ણ


