Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સરકારી વસાહતમાં પાણીમાં તરતી જીવાતનો ફેલાવો

VADODARA : વસાહતમાં ચોરીની ઘટના બાદ પણ મુખ્ય ગેટમાં સીસીટીવી આજદિન સુધી લગાડવામાં આવ્યા નથી. જેને ત્વરિત લગાડવાની માંગ કરાઇ છે
vadodara   સરકારી વસાહતમાં પાણીમાં તરતી જીવાતનો ફેલાવો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના હરણી રોડ પર આવેલા સંગમ સવાદ સરકારી વસાહતના સર્વે રહીશો દ્વારા આર એન્ડ બી વિભાગના કાર્યપાલક ઇજનેરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં સરકારી વસાહતમાં અસુવિધાની ભરમાર જણાવવામાં આવી છે. અને તેનો ઉકેલ માંગવામાં આવ્યો છે. ખાસ કરીને પીવાના પાણીમાં તરતી જીવાત આવી રહી (FLOATING WORMS IN WATER - VADODARA) છે, જે તેમની રોજબરોજની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે.

સ્ટ્રીટ લાઇટનું બીલ ભરપાઇ નહીં કરવાના કારણે વિજ કનેક્શન કપાઇ ગયું

રહીશો દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, હરણી ખાતે આવેલા સરકારી વસાહતમાં ભારે અસુવિધાઓ પડી રહી છે. છએલ્લા ચાર દિવસથી કોમન સ્ટ્રીટ લાઇટનું બીલ ભરપાઇ નહીં કરવાના કારણે વિજ કનેક્શન કપાઇ ગયું છે. જેથી રાત્રીના સમયે અંધારપટ છવાય છે. ગતવર્ષે વસાહતમાં શરૂ કરવામાં આવેલું રીનોવેશનનું કાર્ય અધુરૂ પડતું મુકવામાં આવ્યું છે. જેમાં માપ વગરના દરવાજા, કલર કામ અધુરૂ, વોશરૂમના કામમાં વેઠ ઉતારવાનો સમાવેશ થાય છે, તેને સત્વરે પૂર્ણ કરવાની માંગ કરાઇ છે.

Advertisement

રહીશોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે

વધુમાં દોઢ મહિનાથી પાણીમાં અળસીયાઅને અન્ય તરતી જીવાત આવે છે. જેને પગલે રહીશોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. અને તેમને પ્રાથમિક જરૂરિયાત પણ મળી રહી નથી. જેનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી રહી છે. વસાહતમાં ચોરીની ઘટના બાદ પણ મુખ્ય ગેટમાં સીસીટીવી આજદિન સુધી લગાડવામાં આવ્યા નથી. જેને ત્વરિત લગાડવા જોઇએ. આ સાથે જ વસાહતમાં અનેક અસુવિધાઓ છે. જેને પગલે સ્થાનિક રહીશોને મુશ્કેલી પડી રહી છે. જે તમામને તાત્કાલિક ધોરણે દુર કરવા માટેની નમ્ર વિનંતી પત્રમાં કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : પૂર્વ વિસ્તારમાં લોકોનો ચોખ્ખું પાણી પહોંચાડવામાં પાલિકા નિષ્ફળ

Tags :
Advertisement

.

×