Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હિટ એન્ડ રનના આરોપીને SSG માં સારવાર અપાઇ

VADODARA : સર્જરી અંગે અમે સર્જીકલ ઓપીનીયન લીધો છે, સર્જરીની જરૂર જણાશે, તો તે પણ કરવામાં આવશે, ફ્રેક્ચર અંગે હું કંઇ ના કહી શકું
vadodara   હિટ એન્ડ રનના આરોપીને ssg માં સારવાર અપાઇ
Advertisement

VADODARA : વડોદરામાં હોલીકા દહનની રાત્રે કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે નબીરા રક્ષિત ચૌરસિયા દ્વારા ત્રણ વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 7 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં રક્ષિત ચૌરસિયાને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. અકસ્માત અને અન્ય કારણોસર રક્ષિત ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને થયેલી ઇજાના અનુસંધાને તેને સારવાર આપવામાં આવી હોવાનું એસએસજી હોસ્પિટલના આરએમઓએ મીડિયાને જણાવ્યું છે. (HIT AND RUN CASE ACCUSED GOT MEDICAL TREATMENT AT SSG HOSPITAL - VADODARA)

મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો

વડોદરામાં હોલીકા દહનની રાત્રે સર્જાયેલા હિટ એન્ડ રન કેસને પગલે દેશભરમાં ચર્ચા જાગી છે. એક યુવકે ત્રણ વાહનોને અડફેટે લઇને રોડ પર અનધર રાઉન્ડ, અને નિકિતા કહીને બફાટ કર્યો હતો. આ ઘટનામાં લોકોએ આરોપીને પકડીને મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માત તથા અન્ય કારણોસર આરોપીને એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને જરૂરિયાત મુજબની સારવાર આપવામાં આવી હતી.

Advertisement

અમે સર્જીકલ ઓપીનીયન લીધો છે

એસએસજી હોસ્પિટલના આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણે મીડિયાને જણાવ્યું કે, હિટ એન્ડ રન કેસના આરોપીને મેડિકલ ચેકઅપ અંગે એસએસજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. છેલ્લે ધૂળેટીના આગલા દિવસે પણ લઇને આવ્યા હતા. આરોપીને ઇજાઓ થયેલી છે, તે પ્રમાણે તેને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. અને જરૂર લાગશે તો ટ્રીટમેન્ટ બાબતે આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. તેની સર્જરી અંગે અમે સર્જીકલ ઓપીનીયન લીધો છે. જો સર્જરીની જરૂર જણાશે, તો તે પણ કરવામાં આવશે. તેના ફ્રેક્ચર અંગે હું કંઇ ના કહી શકું, તેને ટ્રીટમેન્ટ આપતા ડોક્ટર કહી શકે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ગરમીની શરૂઆત થતા જ SSG માં હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર

Tags :
Advertisement

.

×