VADODARA : 'MSU દ્વારા રક્ષિત ચૌરસિયા સામે શિક્ષાત્મક પગલાં લેવાશે' - VC
VADODARA : હોલીકા દહનની રાત્રે વડોદરાના કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જે ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. અને બાકીના 7 લોકો ઘાયલ થયા હતા. દેશભરમાં ચકચાર જગાવનાર આ ઘટના પહેલાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં મિત્રના ઘરેથી નીકળતી વખતે પ્રાંશુ ચૌહાણ કારની ડ્રાઇવીંગ સીટ પર બેસે છે. પરંતુ રક્ષિચ ચૌરસિયા જીદ કરીને ડ્રાઇવીંગ સીટ પર બેસી જાય છે. અને ત્યાર બાદ આખી ઘટના ઘટે છે. રક્ષિત ચૌરસિયા વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી છે. તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાની તૈયારી યુનિ. તંત્ર કરી રહ્યું હોવાની માહિતી ઇન્ચાર્જ વીસી દ્વાાર મીડિયાને આપવામાં આવી છે. (MSU TO TAKE PUNITIVE MEASURE AGAINST HIT AND RUN ACCUSED RAKSHIT CHAURASIA - VADODARA )
વિદ્યાર્થી સંગઠને મોરચો કાઢીને યુનિ.ના વીસીને આવેદન પત્ર પાઠવ્યું
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ની લો ફેકલ્ટીના ચોથા વર્ષમાં ભણતા રક્ષિચ ચૌરસિયાએ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો છે. તેણે હોલીકા દહનની રાત્રે કારની અડફેટે ત્રણ વાહનોને લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. અને અન્ય 7 ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આજે એનએસયુઆઇ વિદ્યાર્થી સંગઠને મોરચો કાઢીને યુનિ.ના વીસીને આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં તેનું એડમિશન રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.
કમિટીનું ગઠન કરવામાં આવશે
આ તકે યુનિ.ના ઇન્ચાર્જ વીસી ધનેશ પટેલે મીડિયાને જણાવ્યું કે, રક્ષિત ચૌરસિયા લો ફેકલ્ટીના આઠમાં સેમેસ્ટરનો વિદ્યાર્થી છે. તે વડોદરામાં પેઇનગેસ્ટ તરીકે રહેતો હોવાની જાણકારી મળી છે. જે ઘટના ઘટી તે દુખદ ઘટના છે. અમારી પાસે જે માહિતી આવી છે, તે પ્રમાણે અમે ડીનને લઇને આ બાબતે વાત, ચર્ચા કરીશું. ત્યાર બાદ એક કમિટીનું ગઠન કરવામાં આવશે, ત્યાર બાદ જે તે શિક્ષાત્મક પગલાં લેવાનું અમારા દાયરામાં આવતું હશે, તે પ્રમાણે અમે કરીશું. અમે કાયદાકીય સલાહ લઇને આગળ વધીશું. અમે તેને બધો રેકોર્ડ એકત્ર કરી લીધો છે.
આ પણ વાંચો --- VADODARA : જીદ કરીને રક્ષિતે કાર ચલાવી, ઘટના પહેલાના CCTV સામે આવ્યા


