Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હિટ એન્ડ રનનો આરોપી રક્ષિત લાવ્યો હતો ગાંજો, ત્રણે મળીને જોઇન્ટ ફૂંક્યા

VADODARA : રક્ષિત ચોરસિયા, તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સામે ગાંજો પીવા બદલ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
vadodara   હિટ એન્ડ રનનો આરોપી રક્ષિત લાવ્યો હતો ગાંજો  ત્રણે મળીને જોઇન્ટ ફૂંક્યા
Advertisement

VADODARA : વડોદરામાં હોલિકા દહનની રાત્રે કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં આરોપી રક્ષિત ચોરસિયાએ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્યને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં રક્ષિત તથા તેના મિત્રોએ ગાંજાનો નશો કર્યો હોવાનું બ્લડ રીપોર્ટમાં સામે આવ્યું છે. જેથી ત્રણ સામે એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસમાં સામે આવ્યું કે, રક્ષિત ચોરસિયા ગાંજો લઇને આવ્યો હતો. અને તેણે પોતના મિત્રો સાથે મળીને ફૂંક્યો હતો. HIT AND RUN ACCUSED RAKSHIT CHAURASIA BRING MARIJUANA, THREE FRIENDS BLOWED JOINT - VADODARA)

પ્રાંશુ ચૌહાણની અટકાયત કરી

હિટ એન્ડ રન કેસનો આરોપી રક્ષિત ચોરસિયા, તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સામે ગાંજો પીવા બદલ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે ગુનો નોંધાયા બાદ પોલીસે પ્રાંશુ ચૌહાણની અટકાયત કરી લીધી છે. જો કે, બાદમાં તેને જામીન મળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ રક્ષિત ચોરસિયા જેલમાં હોવાથી તેની ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવવાના પ્રયાસો ચાલુ છે. ત્રીજો આરોપી સુરેશ ભરવાડ હાલ સુરેન્દ્રનગર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

સુરેશ ભરવાડ ભાડાના મકાનમાં રહેતો હતો

પ્રાંશુ ચૌહાણે પોલીસને પુછપરછમાં જણાવ્યું કે, રક્ષિત ગાંજો લઇને આવ્યો હતો. અમે ત્રણેય મિત્ર સુરેશ ભરવાડના વારસિયા સ્થિત ઘરે ભેગા થયા હતા. જ્યાં ગાંજાના 3 - 3 જોઇન્ટ ફૂંક્યા હતા. ત્યાર બાદ રક્ષિતકાંડ સર્જાયો હતો.સુત્રોના જણાવ્યા અનુસાર, સુરેશ ભરવાડ ભાડાના મકાનમાં રહેતો હતો. મકાનના મૂળ માલિકે તેની પાસેથી ઘર ખાલી કરાવી લીધું છે. જે બાદથી તેની કોઇ મહત્વની કડી મળી નથી. સુરેશ ભરવાડને પકડવા માટે વારસિયા અને કારેલીબાગ પોલીસ ભારે મહેનત કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- Ahmedabad: ભાજપના પૂર્વ MLA ભૂપેન્દ્ર ખત્રીનાં પુત્ર સહિત છ ખંડણીખોર ઝડપાયા

Tags :
Advertisement

.

×