Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હિટ એન્ડ રન કેસનો આરોપી વધુ રિમાન્ડ પર, ત્રણ ASI ની બદલી

VADODARA : આરોપી રક્ષિતે પોતાની સાચી-ખોટી વાત મીડિયા સમક્ષ રજુ કરી હતી. આવું કૃત્ય કરવા માટે પોલીસ જવાને પ્રોટોકોલ તોડ્યો હોવાની ચર્ચા છે
vadodara   હિટ એન્ડ રન કેસનો આરોપી વધુ રિમાન્ડ પર  ત્રણ asi ની બદલી
Advertisement

VADODARA : વડોદરામાં હોલીકા દહનની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે હિટ એન્ડ રનની ગમખ્વાર ઘટના સામે આવી હતી. જેમાં કાર ચાલક રક્ષિત ચૌરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટે લીધી હતા. ગતરોજ વડોદરા પોલીસ દ્વારા રક્ષિતને કોર્ટમાં રજુ કરીને વધુ બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ દરમિયાન રક્ષિતને પોતાની સાચી-ખોટી વાત મીડિયા સમક્ષ રજુ કરવા માટે મદદગારી કરનાર સહિત ત્રણ એએસઆઇ જવાનોની ટ્રાફિક શાખામાં બદલી કરી દેવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન અનધર રાઉન્ડ અને નિકિતાની પણ તપાસ કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. (HIT AND RUN CASE ACCUSED ON FURTHER REMAND - VADODARA)\

અનધર રાઉન્ડ અને નિકિતા સહિત 7 થી વધુ મુદ્દાઓ પર તપાસ

વડોદરાના ચકચારી હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિચ ચૌરસિયા સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પહેલી વખતમાં આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગતરોજ કોર્ટમાં રજુ કરીને તેને વધુ બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જેમાં પોલીસ ઘટના બાદ આરોપી દ્વારા બુમો પાડીને કહેવાયેલા શબ્દો અનધર રાઉન્ડ અને નિકિતા સહિત 7 થી વધુ મુદ્દાઓ પર તપાસ કરશે તેમ જાણવા મળ્યું છે. (POLICE TO INVESTIGATE NIKITA AND ANOTHER ROUND ANGLE - VADODARA)

Advertisement

શહેર પોલીસ કમિશનરે ગંભીર નોંધ લીધી

બીજી બાજુ રક્ષિચ ચૌરસિયા ઘટના બાદથી કારેલીબાગ પોલીસની કસ્ટડીમાં છે. દરમિયાન તેણે પોતાની સાચી-ખોટી વાત મીડિયા સમક્ષ રજુ કરી હતી. આવું કૃત્ય કરવા માટે પોલીસ જવાને પ્રોટોકોલ તોડ્યો હોવાની પણ ચર્ચા છે. સામાન્ય સંજોગોમાં પોલીસ આરોપીને કોઇ પણ પ્રકારનું નિવેદન આપવા દેતી નથી. આ કૃત્યની શહેર પોલીસ કમિશનરે ગંભીર નોંધ લીધી છે. અને ત્રણ એએસઆઇને તાત્કાલિક અસરથી ટ્રાફિક શાખામાં બદલી કરી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એએસઆઇને પીઆઇ દ્વારા મીડિયા સમક્ષ લઇ જવા માટે જણાવાયું હતું.

Advertisement

આ પણ વાંચો --- Bhavnagar : સો. મીડિયા પર રોલો પાડવા યુવકોએ કાર સાથે કર્યા જોખમી સ્ટંટ! Video વાઇરલ

Tags :
Advertisement

.

×