Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હિટ એન્ડ રનની ઘટનાથી બોલીવુડ સ્ટાર જ્હાનવી કપૂર ખફા

VADODARA : મને તે વાતથી દુખ થાય છે કે કોઇ પણ વ્યક્તિ વિચારે છે કે આ પ્રકારનો વ્યવહાર કરીને તે બચી શકશે. - બોલીવુડ સ્ટાર જ્હાનવી કપૂર
vadodara   હિટ એન્ડ રનની ઘટનાથી બોલીવુડ સ્ટાર જ્હાનવી કપૂર ખફા
Advertisement

VADODARA : વડોદરામાં હોલીકા દહનની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે હિટ એન્ડ રનની ગમખ્વાર ઘટના સામે આવી હતી. જેમાં કાર ચાલક રક્ષિત ચૌરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટે લીધી હતા. ગતરોજ વડોદરા પોલીસ દ્વારા રક્ષિતને કોર્ટમાં રજુ કરીને વધુ બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ દરમિયાન રક્ષિતને પોતાની સાચી-ખોટી વાત મીડિયા સમક્ષ રજુ કરવા માટે મદદગારી કરનાર સહિત ત્રણ એએસઆઇ જવાનોની ટ્રાફિક શાખામાં બદલી કરી દેવામાં આવી છે. આ ઘટનાને લઇને બોલીવુડ સ્ટાર જ્હાવની કપૂર પણ ખફા થઇ છે. અને તેણે ઇન્સાગ્રામ એકાઉન્ટના સ્ટેટસમાં આ ઘટનાનો ટાંકટો વીડિયો શેર કર્યો છે. (BOLLYWOOD STAR JANHVI KAPOOR SHOW ANGER OVER HIT AND RUN CASE OF VADODARA)

Janhvi Kapoor reacts STRONGLY to Vadodara car crash incident

Advertisement

વડોદરાની ઘટનાનો રોષ બોલીવુડ સુધી પહોંચ્યો

વડોદરાના ચકચારી હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિચ ચૌરસિયા સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પહેલી વખતમાં આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગતરોજ કોર્ટમાં રજુ કરીને તેને વધુ બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે. અને હિટ એન્ડ રન, લો એન્ડ ઓર્ડર તથા રોડ સેફ્ટીના પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ વચ્ચે વડોદરાની ઘટનાનો રોષ બોલીવુડ સુધી પહોંચ્યો હોવાની ઘટના સપાટી પર આવી છે.

Advertisement

આ એક ભયાનક અને આક્રોષિત કરે તેવી ઘટના છે

બોલીવુડ સ્ટાર જ્હાનવી કપૂરે વડોદારની હિટ એન્ડ રનની ઘટનાને ટાંકતો વીડિયો પોતાના ઇન્સાટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે. જેમાં તેણે અંગ્રેજીમાં રોષ પ્રગટ કર્યો છે. જેના ભાવાંતર અનુસાર, આ એક ભયાનક અને આક્રોષિત કરે તેવી ઘટના છે. મને તે વાતથી દુખ થાય છે કે કોઇ પણ વ્યક્તિ વિચારે છે કે આ પ્રકારનો વ્યવહાર કરીને તે બચી શકશે. નશામાં હોય કે નહીં.

આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રન કેસનો આરોપી વધુ રિમાન્ડ પર, ત્રણ ASI ની બદલી

Tags :
Advertisement

.

×