VADODARA : જીદ કરીને રક્ષિતે કાર ચલાવી, ઘટના પહેલાના CCTV સામે આવ્યા
VADODARA : હોલીકા દહનની રાત્રે વડોદરાના કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જે ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. અને બાકીના 7 લોકો ઘાયલ થયા હતા. દેશભરમાં ચકચાર જગાવનાર આ ઘટના પહેલાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં મિત્રના ઘરેથી નીકળતી વખતે પ્રાંશુ ચૌહાણ કારની ડ્રાઇવીંગ સીટ પર બેસે છે. પરંતુ રક્ષિચ ચૌરસિયા જીદ કરીને ડ્રાઇવીંગ સીટ પર બેસી જાય છે. અને ત્યાર બાદ આખી ઘટના ઘટે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ અનધર રાઉન્ડ અનધર રાઉન્ડની બુમો રક્ષિતે પાડી હતી. તે એક વિદેશી ફિલ્મનું નામ છે. જે આલ્કોહોલને પ્રોત્સાહન આપે છે. જેથી રક્ષિત નશાપ્રેમી હોય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. (HIT AND RUN CASE INCIDENT BEFORE CCTV - VADODARA)
પ્રાંશુ ડ્રાઇવીંગ સીટની બાજુમાં બેઠો હતો
હિટ એન્ડ રનની ઘટના પહેલા રક્ષિત અને પ્રાંશુ પોતાના મિત્રને ત્યાં ગયા હતા. 45 મિનિટ બાદ તેઓ ત્યાંથી પરત નીકળ્યા હતા. પરત નીકળતા પ્રાંશુ પોતાની કારની ડ્રાઇવીંગ સીટ પર બેઠો હતો. ત્યારે રક્ષિત પણ ત્યાં ગયો હતો. અને જીદ કરીને પોતે ગાડી ચાલાવશે તેમ કહ્યું હતું. જે બાદ પ્રાંશુ ડ્રાઇવીંગ સીટની બાજુમાં બેઠો હતો. અને રક્ષિતે કાર હાંકી હતી. જે બાદ કારેલીબાગના આમ્રપાલી ખાતે મોટી ઘટના ઘટી હતી.
મેરે વકીલ સે બાત કિજીયે નું રટણ
પ્રાથમિક સુત્રોએ જણાવ્યું કે, રક્ષિત ચૌરસિયા હાલ પોલીસ રિમાન્ડ પર છે. પરંતુ તે તપાસ-પુછપરછમાં બિલકુલ સહકાર આપતો નથી. રક્ષિતને કંઇ પણ પુછે તો તે મેરે વકીલ સે બાત કિજીયે કહીને જવાબો આપવાનું ટાળી રહ્યો છે. જેથી પોલીસ રક્ષિત પાસેથી રિમાન્ડના મુદ્દાઓ અનુસાર ચોક્કસ જવાબો મેળવી શકી નથી. અગાઉ રક્ષિતના એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોર્ટમાં તેને રજુ કરીને પોલીસે વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
આ પણ વાંચો --- Rajkot : રાજકુમાર જાટના મોત મામલે પિતા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનું કહેતા રહસ્ય સર્જાયું


