Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હિટ એન્ડ રન કેસના રી-કન્સ્ટ્રક્શનમાં આરોપીને ચાલવાનાં પણ ફાંફાં

VADODARA : અમે રોડના ફૂટેજીસ મેળવ્યા છે. આખો દિવસ તેણે શું કર્યું, તે કોને કોને મળ્યો હતો તેની તપાસ કરી રહ્યા છીએ. હાલમાં તપાસ ચાલુ છે
vadodara   હિટ એન્ડ રન કેસના રી કન્સ્ટ્રક્શનમાં આરોપીને ચાલવાનાં પણ ફાંફાં
Advertisement

VADODARA : હોલીકા દહનની રાત્રે વડોદરાના કારેલીબાગના આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 6 ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં આરોપી રક્ષિત ચોરસિયા સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીના એક દિવસના રિમાન્ડ દરમિયા ઘટના સ્થળે રી કન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. આ સમયે આરોપી રક્ષિતને ચાલવાના પણ ફાંફાં હોવાનું જોવા મળ્યું છે. (HIT AND RUN CASE ACCUSED STRUGGLE TO WALK - VADODARA) રક્ષિત બંને બાજુએથી પોલીસ જવનોનો સહારો લઇને ચાલતો જોવા મળ્યો છે. આજે ત્રણ વાગ્યે તેના રિમાન્ડ પૂર્ણ થાય છે. (HIT AND RUN CASE RE-CONSTRUCTION BY POLICE- VADODARA)

પોલીસને પરસેવો પડી ગયો

હિટ એન્ડ રન કેસમાં આજે આરોપી રક્ષિત ચોરસિયાની સાથે રાખીને કારેલીબાગ પોલીસ દ્વારા ઘટનાનું રી કન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. ઘટનામાં આરોપી રક્ષિત પોતાના પગ પર ચાલી પણ શકતો ન્હતો. તેને ચાલવા માટે પોલીસ જવાનોના સહારાની જરૂરત પડી હતી. ઘટનાના રી કન્સ્ટ્રક્શન સમયે ભારે ભીડ થઇ જતા લોકોને દુર કરવામાં પોલીસને પરસેવો પડી ગયો હતો. આ તકે કારેલીબાગ પોલીસ મથકના પીઆઇ, સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

Advertisement

તપાસ પૂર્ણ નહીં થાય તો અમે વધુ રિમાન્ડ માંગીશુ

દરમિયાન ડીસીપી પન્ના મોમાયાએ મીડિયાને જણાવ્યું કે, આરોપી એક દિવસના રિમાન્ડ પર છે, અમે તેની તપાસ કરી રહ્યા છીએ. અમે રોડના ફૂટેજીસ મેળવ્યા છે. આખો દિવસ તેણે શું કર્યું, તે કોને કોને મળ્યો હતો તેની તપાસ કરી રહ્યા છીએ. હાલમાં અમે તપાસ કરી રહ્યા છીએ, અમારા મુદ્દાઓ પર તપાસ પૂર્ણ નહીં થાય તો અમે વધુ રિમાન્ડ માંગીશુ. આરોપીના બ્લડ સેમ્પલને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે, તેના પરિણામની અમે રાહ જોઇ રહ્યા છીએ. હાલ રિમાન્ડના મુદ્દાઓ અંતર્ગત તપાસ ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રન કેસનો આરોપી એક દિવસના રિમાન્ડ પર

Tags :
Advertisement

.

×