VADODARA : શહેરની સુંદરતા ઝાંખી પાડતા 405 હોર્ડિંગ્સ-બોર્ડ દુર કરાયા
VADODARA : 1, માર્ચથી વડોદરાને હોર્ડિંગ્સ ફ્રિ સિટી બનાવવા માટે પાલિકા (VMC ACT TO MAKE HOARDING FREE CITY - VADODARA) દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 405 નાના-મોટા હોર્ડિગ્સ અને બેનર હટાવ્યા છે. આ કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવું પાલિકા સુત્રોએ જણાવ્યું છે. આમ, શહેરની સુંદરતાને ઝાંખપ લગાડતા 405 હોર્ડિંગ્સ અને બોર્ડ દુર થયા છે. આવનાર સમયમાં આ આંક આશ્ચર્યજનક રીતે ઉંચો જાય તેવી વકી છે.
પ્લાસ્ટીક બેનર, પુઠાના બોર્ડ દુર કરાયા
વડોદરા પાલિકા દ્વારા તાજેતરમાં બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરને 1, માર્ચથી હોર્ડિંગ્સ, ટેમ્પરરી ગેટ, કમાન ફ્રી સિટી બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેની કડકાઇ પૂર્વક અમલવારી કરવામાં આવી રહી છે. 1, માર્ચે પાલિકાની વિવિધ ટીમો દ્વારા શહેરના સિટી, કાલાઘોડા, સ્ટેશન, સંગમ, ઉમા ચાર રસ્તા, સુશેન, અને વડસર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત 195 પ્લાસ્ટીક બેનર, 98 પ્લાસ્ટી તથા 112 પુઠાના બોર્ડ દુર કરવામાં આવ્યા હતા.
મિની કિઓસ્ક વગેરેની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે
પાલિકા સુત્રોના જણાવ્યા અનુસાર, પાલિકા તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારના સરકારની માહિતી પૂરી પાડતા બોર્ડ હટાવવામં નહીં આવે. આ સાથે જ પાલિકાના રોડ અને પેવર બ્લોક તોડીને કોઇ હોર્ડિંગ્સ બોર્ડ વાંસ પર ઉભા કરીને નહીં મુકવા દેવાય. તેની સામે પાલિકા દ્વારા પ્રિ ફેબ્રિકેટેડ પેનલ, રોડ ડિવાઇડર પર મિની કિઓસ્ક વગેરેની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ સાથે જ લોકોની મોટી સંખ્યામાં અવર-જવર થતી હોય તેવી જગ્યાઓ જેવી કે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શૌચાલય, વગેરે જગ્યાએ પણ આ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ કામગીરી આવનાર સમયમાં પણ ચાલશે. પરંતુ લોકોનું કહેવું છે કે, આ કામગીરીની સાથે નવા નિયમ વિરૂદ્ધ હોર્ડિંગ્સ લગાડનારાઓ સામે પણ દંડનીય કાર્યવાહી થવી જોઇએ. જેથી ભવિષ્યમાં આ પ્રકારે હોર્ડિંગ્સ રાજ અટકાવી શકાય.
આ પણ વાંચો --- VADODARA : અખાડા શિવાજી મહારાજ સાથે જોડાયેલા, આપણી સંસ્કૃતિ-પરંપરાનો ભાગ - મંત્રી


