Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પશુ મિજબાની માણવા જતા મહાકાય મગરને ચારે બાજુથી ઘેરવો પડ્યો

VADODARA : વડોદરા (VADODARA) પાસે મારેઠા ગામે મહાકાય મગર પશુનો શિકાર કરીને તેની મિજબાની માણવા જતો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવતા ફફડાય વ્યાપી જવા પામ્યો હતો. મગર એટલો મહાકાય હતો કે તેને જોઇને જ સ્થાનિકો ભયભીત થયા હતા. આખરે મગરને રેસ્ક્યૂ...
vadodara   પશુ મિજબાની માણવા જતા મહાકાય મગરને ચારે બાજુથી ઘેરવો પડ્યો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે મારેઠા ગામે મહાકાય મગર પશુનો શિકાર કરીને તેની મિજબાની માણવા જતો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવતા ફફડાય વ્યાપી જવા પામ્યો હતો. મગર એટલો મહાકાય હતો કે તેને જોઇને જ સ્થાનિકો ભયભીત થયા હતા. આખરે મગરને રેસ્ક્યૂ કરવા માટેની જાણ થતા સ્વયંસેવી સંસ્થાના એક ડઝનથી વધુ કાર્યકરો તથા વન વિભાગના કર્મીઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આશરે ચાર કલાકની ભારે જહેમત બાદ મહાકાય મગરને રેસ્ક્યૂ કરી પિંજરે પુરવામાં સફળતા મળી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ સિઝનના સૌથી મોટા મહાકાય મગરનું રેસ્ક્યૂ હોવાનું સ્વયં સેવકોનું માનવું છે.

સ્વયં સેવી સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો

વડોદરામાં મગર અને માનવ વસ્તી નજીક નજીકમાં વસવાટ કરે છે. ખાસ કરીને ચોમાસાની રૂતુમાં માનવ વસ્તી નજીક મગર નિકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે તાજેતરમાં વડોદરા પાસે આવેલા મારેઠા ગામના રબારીવાસમાં 12 ફૂટ મોટો મહાકાય મગર નિકળ્યો હતો. આ મગરે પશુનો શિકાર કરીને તેની મિજબાની માણવાની તૈયારીઓ કરી હતી. પરંતુ આટલો મોટો મહાકાય મગર નિકળ્યાનું ધ્યાને આવતા સ્થાનિકોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી હતી. અને તુરંત મગરને રેસ્ક્યૂ કરવા માટે સ્વયં સેવી સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

Advertisement

ચારેય બાજુથી ઘેરો ઘાલવો પડ્યો

મહાકાય મગર આશરે 12 ફૂટ લાંબો અને 500 કિલો વજનનો હતો. તેને રેસ્ક્યૂ કરીને પકડી પાડવા માટે ચારેય બાજુથી ઘેરો ઘાલવો પડ્યો હતો. વન વિભાગ અને સ્વયંસેવકો તથા ગ્રામજનો મળીને એક ડઝનથી વધુ લોકો રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા હતા. મગરને ચાર કલાકની ભારે મથામણ બાદ રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. મહાકાય મગર રેસ્ક્યૂ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેસ્ક્યૂ બાદ આ મહાકાય મગર જોડે ફોટો પડાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પ્રેમી સાથે મળી પતિની હત્યા, ફિલ્મી સ્ટાઇલમાં દાંપત્ય જીવનનો અંત

Tags :
Advertisement

.

×