Vadodara : વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું
Vadodara : વડોદરાના (Vadodara) વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે. તેવી અટકળોએ રાજકીય મોરચે જોર પકડયું છે.
સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થયા નથી
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થયા નથી. જેથી તેઓ રાજીનામું આપીને ભાજપમાંથી ફરીથી ચૂંટણી લડે તેવી અટકળો થઇ રહી છે.જો કે આ ચર્ચાને સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી અને ધારાસભ્યનો પણ સંપર્ક થઇ શક્યો નથી.
ઉત્તરાયણ પછી રાજીનામું આપી શકે છે
વાઘોડિયા બેઠક પર લોકસભાની ચૂંટણી સમયે પેટાચૂંટણી આવવાની સંભાવના જોવા મળી રહી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે તેવી અટકળોએ જોર પકળ્યું છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યાર બાદ એવી ચર્ચ થઈ રહી છે કે તેઓ ઉત્તરાયણ પછી રાજીનામું આપી શકે છે. જો કે , આ ચર્ચાને હજી સુધી કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.
આ પણ વાંચો - Banaskantha : પાલનપુરમાં RTOના કર્મીએ સેવાપોથીમાં કર્યા ચેડા
આ પણ વાંચો - Ahmedabad to Ayodhya Flight : અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ આજથી શરૂ, વાંચો વિગત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


