ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ભર ઉનાળે ચેપી રોગનું દવાખાનું દર્દીઓથી ઉભરાયું

VADODARA : તપતી ગરમીમાં કોલેરા, ટાઈફોઇડ, ઝાડા ઉલટી જેવા રોગોથી બચવા માટે આહારમાં ખાસ કાળજી લેવા માટે નિષ્ણાંત તબિબે ભલામણ કરી હતી
03:05 PM Apr 19, 2025 IST | PARTH PANDYA
VADODARA : તપતી ગરમીમાં કોલેરા, ટાઈફોઇડ, ઝાડા ઉલટી જેવા રોગોથી બચવા માટે આહારમાં ખાસ કાળજી લેવા માટે નિષ્ણાંત તબિબે ભલામણ કરી હતી

VADODARA : વધતી જતી ગરમી વચ્ચે પાણી જન્ય રોગો જેમ કે, ઝાડા- ઉલટી, કમળો અને કોલેરા સહિત ટાઈફોડ જેવા રોગોથી કારેલીબાગનું ચેપીરોગ દવાખા (INFECTIOUS DISEASE HOSPITAL, VADODARA) નુ ઉભરાઈ રહ્યું છે. પરિણામે ઓપીડી વિભાગમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જરૂરતમંદ દર્દીઓના પેશાબ અને લોહીના સેમ્પલો લેવાનું પણ ડોક્ટરની ટીમ દ્વારા શરૂ કરાયું છે. સાથે જ નિષ્ણાંત તબિબ દ્વારા બહારના પાણી અને શરબત પીવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.

બહારની ખાણી પીણીનો સંપૂર્ણ ત્યાગ કરવો

હાલ ગરમીનો પારો દિન પ્રતિદિન ઊંચે જઈ રહ્યો છે અને ત્રાહિમામ ગરમીના કારણે બપોરના સમયે રોડ પર લોકોની અવર-જવર તદ્દન ઓછી જણાય છે. જોકે ચેપી રોગના દવાખાનાના ડો. આર.એસ. ચાંપાનેરિયાએ જણાવ્યું હતું કે હાલમાં ત્રાહિમામ ગરમી પડી રહી છે જેથી કમળો, ટાઈફોઇડ, સહીત ઝાડા ઉલટી થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. પરિણામે આ અંગે તેમણે જણાવ્યું હતું કે બહારની ખાણી પીણીનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ અને બહારના શેરડીના રસ, કેરીનો મેંગો શેક તથા ગોલા નહી ખાવા સહિત બહારના ઠંડા પાણી અને શરબત પીવા જોઈએ નહીં.

પાણી ઉકાળીને પીવાની ભલામણ

વધુમાં જણાવ્યું કે, જોકે આવા દર્દો થી બચવા માટે ઘરે બનાવેલું મીઠું અને ખાંડ નાખેલ લીંબુનું શરબત પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. એવી જ રીતે બહારના જ્યુસ પીવા નહીં. પરિણામે પેટનું ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ વધી જાય છે. જ્યારે બીજી બાજુ ઘરમાં બનાવેલા જ્યુસ પીવા લાભદાયક બને છે. જોકે કોલેરા, ટાઈફોઇડ, ઝાડા ઉલટી જેવા રોગોથી બચવા માટે આહારમાં ખાસ કાળજી લેવા તેમણે ભલામણ કરી હતી. જ્યારે બીજી બાજુ દૂષિત પાણી પીવાથી પણ આવા રોગ થઈ શકે છે. જેથી પાણી ઉકાળીને પીવાની પણ તેમણે ભલામણ કરી હતી. જોકે ચેપી રોગના દવાખાનામાં હાલ દર્દીઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે પરંતુ ડોક્ટરોની ટીમ દર્દીઓની સારવાર કરવા અંગે સંપૂર્ણ સજજ હોવાનું એમણે કહ્યું હતું.

આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રીના કાંઠેથી મગરના 21, અને ટિટોડીના 10 ઇંડાનું રેસ્ક્યૂ

Tags :
AlertDiseasedoctorGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHospitalincreaseinfectiousOpdpatientVadodara
Next Article