Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સચિન તેંડૂલકરે ગુજરાતી ભોજન માણ્યું, ઇરફાન પઠાણ પોતાના ઘરે જમ્યા

VADODARA : આજથી શરૂ થનારી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચ 7, માર્ચ સુધી ચાલશે. જેમાં વિવિધ ટીમોના 60 જેટલા સ્ટાર ક્રિકેટર્સ મેચ રમશે
vadodara   સચિન તેંડૂલકરે ગુજરાતી ભોજન માણ્યું  ઇરફાન પઠાણ પોતાના ઘરે જમ્યા
Advertisement

VADODARA : આજથી વડોદરામાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (INTERNATIONAL MASTERS LEAGUE - VADODARA) ની મેચ રમાવવા જઇ રહી છે. જેમાં ભાગ લેવા માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકર, ઇરફાન પઠાણ સહિતના સ્ટાર ક્રિકેટર્સ વડોદરાના મહેમાન બન્યા છે. સચિન તેંડૂલકરે અકોટા વિસ્તારમાં આવેલી 5 સ્ટાર હોટલમાં ગુજરાતી ભોજન માણ્યું (SACHIN TENDULKAR EAT GUJARATI CUISINE - VADODARA) હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમની સાથે અન્ય ક્રિકેટરોએ ગુજરાતીની સાથે પંજાબી ભોજન માણ્યું હતું. તો બીજી તરફ ઇરફાન પઠાણ વડોદરાના રહેવાસી હોવાના કારણે તેઓ પોતાના ઘરે જ જમ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

5 સ્ટાર હોટલમાં ગુજરાતી- પંજાબી ભોજન જમ્યા

આજથી વડોદરામાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચનો આરંભ થશે. જેમાં ભાગ લેવા માટે ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, અને શ્રીલંકાની ટીમોના દિગ્ગજ સિતારાઓ વડોદરા આવ્યા છે. ઇન્ડિયા માસ્ટર્સની ટીમોમાં સચિન તેંડુલકર, ઇરફાન પઠાણ, ધવલ કુલકર્ણી અને નમન ઓઝા વડોદરાના મહેમાન બન્યા છે. જ્યારે યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ તથા અન્ય ક્રિકેટર ટુંક સમયમાં વડોદરામાં આવશે. આ વચ્ચે ઇન્ડિયાની ટીમના ક્રિકેટર્સનો અકોટા વિસ્તારમાં આવેલી 5 સ્ટાર હોટલમાં ગુજરાતી- પંજાબી ભોજન જમ્યા હોવાનું સામે આવ્યું છે.

Advertisement

તેંડૂલકરે પોતાના રૂમમાંથી બહાર આવવાનું ટાળ્યું

સચિન તેંડૂલકરે પોતાના રૂમમાં જ ગુજરાતી ભોજનનો ઓર્ડર કર્યો હતો. તે અનુસાર, તેમને કઢી-ખીચડી, રીંગણનો ઓળો, સેવ-ટામેટા, ઘી- ગોળ પીરસવામાં આવ્યા હતા. સચિન તેંડૂલકરે પોતાના રૂમમાંથી બહાર આવવાનું ટાળ્યું હતું. બીજી તરફ ઇરફાન પઠાણ પોતાના ઘરે જ જમ્યા હતા. તે સિવાયના ક્રિકેટરોએ ગુજરાતી-પંજાબી ભોજનનો સ્વાદ માણ્યો હતો.

Advertisement

અમ્પાયર સિમોન ટૌફલ અને બીલી બાઉડન હાજર રહેશે

અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી શરૂ થનારી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચ 7, માર્ચ સુધી ચાલશે. જેમાં વિવિધ ટીમોના 60 જેટલા સ્ટાર ક્રિકેટર્સ કોટંબીની પીચ પર મેચ રમશે. આ મેચમાં અમ્પાયર તરીકે સિમોન ટૌફલ અને બીલી બાઉડન હાજર રહેશે અને મેચ રેફરી તરીકે ગુડપ્પા વિશ્વનાથન રહેશે, તેમ બીસીએ સુત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : શહેરને UNESCO creative city of design નો દરજ્જો અપાવવાની તૈયારી

Tags :
Advertisement

.

×