VADODARA : 15 વર્ષ બાદ ક્રિકેટર સચીન તેંડૂલકરનું વડોદરામાં આગમન
VADODARA : વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (KOTAMBI CRICKET STADIUM - VADODARA) ખાતે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (INTERNATIONAL MASTERS LEAGUE - 2025) નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ટીમોમાં દિગ્ગજ ક્રિકેટર્સ ભાગ લેનાર છે. તે પૂર્વે સચિન તેંડૂલકરનું વડોદરામાં આગમન થયું છે. (SACHIN TENDULKAR ARRIVED IN VADODARA) સચીન તેંડૂલકરની એક ઝલક પામવા માટે એરપોર્ટ પર રીતસરની પડાપડી થઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સચિન તેંડૂલકર ખાસ કારમાં અને અન્ય ક્રિકેટર્સ બસ મારફતે હોટલ પહોંચ્યા હતા.
ક્રિકેટ જગતના દિગ્ગજો વડોદરાના મહેમાન બન્યા
બરોડા ક્રિકેટ એસો. દ્વારા કોટંબી સ્ટેડિયમને વધુમાં વધુ મેચો મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અનેક ઇન્ટરનેશનલ મેચો મળી છે. આ પ્રયાસોના ભાગપરૂપે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે સચિન તેંડૂલકર સહિતના ક્રિકેટ જગતના દિગ્ગજો વડોદરાના મહેમાન બન્યા છે. ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું આયોજન 28 ફેબ્રુઆરીથી લઇને 15 માર્ચ સુધી થશે. સુત્રોના જણાવ્યા અનુસાર, સચિન તેંડૂલકર15 વર્ષ બાદ ફરી સંસ્કારી નગરીના મહેમાન બન્યા છે.
2009 માં વડોદરામાં ઓસ્ટ્રેલિયાની ટીમ સામે રમ્યો હતો
વડોદરામાં 1 માર્ચના રોજ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ મેચ રમશે. જેમાં સચિન તેંડૂલકર, બ્રાયન લારા, શેન વોટ્સન, જેક્સ કાલિસ, કુમાર સાંગાકારા અને ઇયોન મોર્ગન મેદાનમાં ઉતરશે. આ સિરીઝની 6 મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાનાર છે. સુત્રોએ ઉમેર્યું કે, સચિન તેંડૂલકર છેલ્લે વર્ષ 2009 માં વડોદરામાં ઓસ્ટ્રેલિયાની ટીમ સામે રમ્યો હતો. તેણે 29 બોલમાં 14 રન ફટકાર્યા હતા. જેમાં બે ચોગ્ગા હતા.
આ પણ વાંચો --- ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોટી ઉલટફેર, અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને હરાવ્યું


