Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : IOCL માં ભીષણ આગની ઘટનામાં 8 અધિકારીઓને નોટીસ

VADODARA : 26 નવે. ના રોજ ગ્રામ્ય પ્રાંત અધિકારીની કચેરીએ તમામને હાજર રહેવા જણાવાયું છે. જ્યાં એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે
vadodara   iocl માં ભીષણ આગની ઘટનામાં 8 અધિકારીઓને નોટીસ
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ (IOCL BLAST AND MASSIVE FIRE CASE) લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આશરે 12 કલાક બાદ ભીષણ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. અને ઘટનામાં બે લોકોના મૃત્યું થયા હતા. આ મામલે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપવામાં આવી છે. જેમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત 8 અધિકારીઓને નોટીસ આપીને હાજર રહેવા જણાવ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, તમામ અધિકારીઓએ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ સાથે આવવા જણાવ્યું છે. આવતી કાલે 26 નવે.ના રોજ ગ્રામ્ય પ્રાંત અધિકારીની કચેરીએ તમામ હાજર રહેશે.

12 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી

વડોદરા પાસે આવેલા કોયલીમાં ગુજરાત રિફાઇનરી આવેલી છે. આ રિફાઇનરીમાં આવેલા બેન્ઝીન ટેંકમાં તાજેતરમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નિકળી હતી. આ આગની ઘટનામાં વડોદરા સહિત અનેક જિલ્લાઓમાંથી ફાયરના લાશ્કરોને બોલાવવામાં આવ્યા હતા. અંદાજીત 12 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ આ આગની ઘટના અંગે વિવિધ સ્તરે તપાસ સોંપવામાં આવી હતી. જે પૈકી એક તપાસ ગ્રામ્ય પ્રાંત અધિકારી પણ કરી રહ્યા છે.

Advertisement

વિગતવાર અહેવાલ સાથે હાજર રહેવા જણાવ્યું

પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, ગ્રામ્ય પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત 8 અધિકારીઓને નોટીસ પાઠવવામાં આવી છે. અને હાજર રહેવા જણાવ્યું છે. તપાસના ભાગરૂપે વડોદરા ગ્રામ્ય મામલતાર, આઇઓસીએલના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, સાઇટ કંટ્રોલર અને ચીફ કન્ટ્રોલર, કોયલી પોલીસ મથકના પીઆઇ, ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર, કોયલીના તલાટી, અને એક્ઝીક્યૂટીવ મેજિસ્ટ્રેટ-નાયબ મામલતદારને નોટીસ મોકલવામાં આવી છે. અને વિગતવાર અહેવાલ સાથે હાજર રહેવા જણાવ્યું છે.

Advertisement

એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે

આવતી કાલે 26 નવે. ના રોજ ગ્રામ્ય પ્રાંત અધિકારીની કચેરીએ તમામને હાજર રહેવા જણાવાયું છે. જ્યાં એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે.

આ પણ વાંચો -- VADODARA : "ઘટના બને તે પૂર્વે દબાણો અને અસામાજીક તત્વો પર એક્શન લો" - સાંસદ

Tags :
Advertisement

.

×